________________
પ્રકરણ ૨૨]
ઉપસંહાર
૧૩૪૧
રાખી સવાલ પૂછયા વિના વાર્તા સાંભળ્યો જાય છે અને ભાવ ન સમજનાર અગૃહતસંકેતા બેઠી બેઠી વાતને વાર્તા તરીકે સાંભળે છે તેમને ઉદ્દેશીને બોલતાં સંસારીજીવે કહેવા માંડ્યું -
અહો અગૃહીતસંકેતા! હવે ત્યાર પછી એક વખત મારી સ્ત્રી ભવિતવ્યતા મારા ઉપર તુષ્ટમાન થઈ, તેથી મારાં કઈ શુભ કર્મને લઈને મારા ઉપર મહેરબાની કરી મને કહેવા લાગી “આર્યપુત્ર! તમારે હવે લોકપ્રસિદ્ધ આનંદ નગરે જવું અને ત્યાં આનંદ લીલા કરતાં વસવું.”
મેં તેને જવાબ આપો –“દેવી! તારી મરજી હોય તે પ્રમાણે કરવું તે મારે હમેશા મારૂં કર્તવ્ય ગણવાનું છે અને તે પ્રમાણે મારે કરવાનું છે. જેવી તારી આજ્ઞા !”
તે વખતે તે ભવિતવ્યતાએ મને ભારે અસલ પુણ્યોદય મિત્ર ભળાવ્યો. વળી એક સાગર' નામના મિત્રની મને સહાય કરી આપી અને જણાવ્યું કે એ મને મદદગાર થશે. તે મારી સમજુ સ્ત્રી સમજી ગઈ હતી કે અત્યારે હવે સાગરને બરાબર વખત આવી લાગે છે. વળી તે મદદગાર મિત્ર સાગર( લેભ)ને મને સોંપતાં તે બોલી કે “આર્યપુત્ર! આ તારે સાગર મિત્ર રાગકેશરિનો દીકરે અને તેની રાણું મૂઢતાને માનીતો પુત્ર છે. એ તને હવે સારી રીતે મદદ કરનાર થઈ પડે એવી મેં તારે માટે ખાસ ગોઠવણ કરી છે.”
તે વખતે એ બન્ને મદદ કરનાર મિત્રની સાથે હું આગળ ચાલ્યો અને મને જે એક નવી ગોળી આપવામાં આવી તેના વેગથી આનંદ નગરે જવાની મેં સર્વ તૈયારી કરી,
*
*
ઉપસંહાર
ये घ्राणमायानृतचौर्यरक्ता, भवन्ति पापिष्ठतया मनुष्याः। इहैव जन्मन्यतुलानि तेषां, भवन्ति दुःखानि विडम्बनाश्च ॥ तथा परत्रापि च तेषु रक्ताः, पतन्ति संसारमहासमुद्रे । अनन्तदुःखौघचितेऽतिरौद्रे, तेषां ततश्चोत्तरणं कुतस्त्यम् ॥
૧ લોભને સાગર સાથે સરખાવામાં આવે છે. સ્વયંભૂરમણ સમુદ્રનો પાર આવે પણ લોભસમુદ્રને પાર આવતો નથી તે આવતા પ્રસ્તાવમાં શું.
૨ અનંત દુઃોજ ઈતિ પાઠાંતર છે, ઉપજાતિ છંદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org