________________
પ્રકરણ ૧૯ ]
મેહરાય ચારિત્રધર્મનું યુદ્ધ
૧૩૧૫
ણામ વિગેરે બીજા જે કાઇ અંતરંગ રાજાએ છીએ તે સર્વે સંસારીજીવના નાકર છીએ. એ હકીકત હાવાથી આ રાજ્ય એક જ છે, સંસારીજીવ આપણા સઘળાને એક જ સ્વામી છે, તે પછી આપણે અંદર અંદર વિરોધ શા માટે કરવા જોઇએ? ઉઘાડી વાત છે કે જે સેવકોને પેાતાના સ્વામી (શેઠ ) તરફ ભક્તિ હાય છે અને જેઆ શક્તિવાળા હાય છે તે એક બીજા સાથે અરસ્પરસ મળી એકત્ર થઇને કામ કરે છે. અને તેથી સેવકને ભાઇઓ-બંધુઓની ઉપમા આપવામાં આવે છે. એવા ભક્તો જો પેાતાના શેઠનું શ્રેય ઇચ્છતા હાય તા પેાતાના જ પક્ષના ક્ષય થાય તેવું કરે નહિ, અંદર અંદર લડે નહિ અને મારામારી ચલાવે નહિ. તેટલા માટે હે રાજેન્દ્ર! અમારા અને તમારા હવે પછી હંમેશાંને માટે પ્રેમ રહે, આપણી પ્રીતિ અને આનંદમાં વધારે થાય અને આપણે એક બીજાની માજુએ ઊભા રહીએ તેમ કરે, એ પ્રમાણે કરવાથી આપણા સ્વામી સંસારીજીવની સત્ય સેવા થશે.”
સત્ય દૂતે આ પ્રમાણે સત્ય વાત કહી એટલે તે સાંભળીને મદથી મસ્ત થઇ ગયેલી આખી મેાહરાજાની સભામાં મોટા ખળભળાટ થઇ ગયા. ત્યાં જે રાજા અને સેનાનીએ હાજર હતા તેઓ એ વાત સાંભળીને પેાતાના હોઠ કરડવા લાગ્યા, આખે શરીરે લાલપીળા થઇ ગયા અને જમીન ઉપર પેાતાના પગ પછાડવા લાગ્યા, એકંદરે સર્વની બુદ્ધિ ક્રોધથી અંધ થઇ ગઇ, સત્ય દૂતનાં સાચાં વાકયો તમને ન રૂચ્ચાં તે બતાવવા સારૂ તે સર્વ એક વખતે એક સાથે ખેલવા મંડી ગયા. “અરે દુષ્ટ મુર્ખા! તને આવું તે કાણું શિખવ્યું કે સંસારીજી અમારા સ્વામી છે અને અમે અને તમે સંબંધી છીએ ? તને આવી વાત કરનાર કયા મૂખાઁ હતા? તું આવું આલજાળ-કાળકપિત ખાલે છે પણ તું અને તારા પક્ષવાળા સર્વે નરાધમો યાદ રાખજો કે તમે સર્વે પાતાળમાં પેસે તેા પણ આવું મેલવાના છંદલામાં હવે અમે તમને છેાડનાર નથી. તું શું એક્લ્યા? તું શું સમજે છે? શું સંસારીજીવ અમારા સ્વામી? અને તમે લેાકેા અમારા સંબંધી !! અરે વાહરે ! બહુ મજેના સંબંધ ઘટાવ્યા? ધન્ય છે તારા વચનને ! અને શાબાશ છે તારા ગુણાને ! માટે હવે ભાઈસાહેબ ! અહીંથી જલદી સીધાવેા! અને તમે તમારા પોતાના ઇષ્ટદેવનું તમારી શાંતિને માટે સ્મરણ કરવા તૈયાર થઇ રહેા. અમે પણ તારી પછવાડે
જ આવીએ છીએ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org