________________
૧૩૦૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રસ્તાવ ૧ પ્રમાણે બોલીને મહારાજા સમક્ષ ખડા થઈ ગયા. તેઓના આખા શરીર ઉપર લડાઈ લડવાની ખરજ આવતી જોઈને મહારાજે તેઓની સામે નજર કરી તો મહાભયંકર મદોન્મત્ત હાથીને વિદારણું કરવા સમર્થ રિહ જેવા તેઓ દેખાવા લાગ્યા. પ્રસંગ વિચાર કરવા જેને લાગવાથી અને ઉતાવળે કામ કરવાની ટેવ ન હોવાને લીધે ચારિત્રરાજ તે વખતે એક ખાનગી ઓરડામાં પિતાના 'સબોધ મંત્રીને લઈને ગયા. વળી પોતાના લશ્કરના બળ વિગેરેને પણ વિચાર કરવાનો હતો તેથી સમ્યગ્દર્શન સેનાપતિને પણુ સાથે વિચારણા કરવા માટે બોલાવી લીધો. પેલા સત્ય શૌચાદિ રાજાઓ રાજસભામાં રહ્યા અને મહારાજ પોતાના મંત્રી અને સેનાપતિ સાથે ખાનગી વિચારણું કરવા ગયા.
પિતાજી! તે વખતે પેલી મારી માસી માર્ગાનુસારિતા પણ અંતર્ધાન થઈ બીજા ન દેખે તેવી રીતે તે ઓરડામાં મને સાથે લઈને દાખલ થઈ ગઈ. એને લઇને એ રાજા મંત્રી અને સેનાપતિ વચ્ચે જે વાતચીત થઈ તે મારા જાણવામાં આવી ગઈ. મહારાજ ચારિત્રરાજે પોતાના મંત્રી અને સેનાપતિને પૂછયું કે તેઓના મત પ્રમાણે અત્યારે શું કરવું ઉચિત છે જેના જવાબમાં સેનાપતિ અને મંત્રીએ પોતાના વિચારે નીચે પ્રમાણે જણાવ્યા. પ્રથમ “સમ્યગદર્શન સેનાપતિએ મહારાજાને ઉદ્દેશીને કહ્યું “દેવ!
આપને બહાદુર લડવૈયાઓ સત્ય શૌચ વિગેરેએ સમ્યગદર્શન સે- જે કહ્યું છે તે જ આ વખતે આપશ્રીને કરવું ઉચિત નાપતિને જીસસો. છે તે બાબતમાં સંશય કરવા જેવું નથી. એનું કારણ
એ છે કે અત્યંત દુષ્ટ ચિત્તવાળા અને તદ્દન નાશ કરવા યોગ્ય શત્રુઓ તરફથી આવે ન સહન થઇ શકે તે ગુન્હો થયા પછી જે કે પ્રાણીને સ્વમાનને જરા પણ ખ્યાલ હોય તે
૧ જુઓ પ્ર. ૪. પ્ર. ૩૬. પૃ. ૧૦૯૦. ૨ જુઓ સદર પ્રકરણ. પૃ. ૧૦૮૮.
૩ વિચાર પિતાના પિતા બુધ કુમારને કહે છે મહાત્મા મુનિ જે બુધાચાર્ય છે તે પોતાનું ચરિત્ર ધવળરાજ વિમળકુમાર પાસે કહે છે-સંસારીજીવ પોતાની કથા સદાગમ સમક્ષ કહે છે.
૪ અહીં લશ્કરી માણસની સલાહ અને કારસ્થાની મુસદીઓ. (diplomats) ની સલાહમાં કેટલો ફેર પડે છે. તે જોવા જેવું છે; લશ્કરી માણસમાં જુસ્સો ઘણે હોય છે, મુત્સદ્દીઓમાં દીર્ધ દૃષ્ટિ, ગણતરી અને વિચારણું વધારે હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org