________________
૧૨૯૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
{ પ્રસ્તાવ ય
એ બુધકુમાર પાળતા રહ્યો પણ એની લાલનાપાલના કાંઇ કરે નહિ, એને લાડ લડાવે નહિ અને એને માટે કે એના સંબંધમાં કોઇ દોષ કરે નહિ, તેથી એ તે ઘણું સુખ મેળવવા લાગ્યા.
હવે ખીજી બાજુએ મન્દકુમાર તે અત્યંત શતાયુક્ત મનવાળી ભુજંગતાને આગળ કરીને ઘ્રાણુમિત્રની લાલનામન્દ અને પ્રાણ પાલનામાં ઘણા લેપટ રહેવા લાગ્યા અને તેને પરિણામે અનેક પ્રકારનાં દુઃખસમુદ્રમાં અવગાહન કરી રહ્યો. તે સુગંધી દ્રવ્યા એકઠા કરવામાં અને તેની તૈયારી કરવામાં રાતદિવસ હેરાન થઇ જતા હતા, તેનું મન આખા વખત તે બાબતમાં પરાવાયલું રહેતું હતું અને તે બાબતમાં નકામા કલેશ પામતે હતા; વળી દુર્ગંધી વસ્તુઓના ત્યાગ કરવામાં અને તેનાં સાધના ચેાજવામાં તે વારંવાર નકામેા ખેદ પામ્યા કરતા હતા; આવાં કા ાને લઇને શાંતિનું સુખ શું છે અને કેવું છે તેને તેા તે જાણતા પણ ન હેાતા. સમજુ અને વિવેકી તેને માટે મનમાં હાસ્ય કરી રહ્યા હતા. આ પ્રમાણે સ્થિતિ હેાવા છતાં મેાહના ોરથી અને દોષથી પોતે જાણે ઘણા સુખમાં લાટતા હોય તેમ તે માનતા હતા અને પ્રાણુની વધારે વધારે લાલનાપાલના કરતેા હતેા. સુખના સ્પષ્ટ ખ્યાલ વગરના પ્રાણી ઇંદ્રિયવિષયમાં આવી રીતે જ લુબ્ધ રહીને આનંદ માને છે, સુખ સમજે છે, સ્થૂળમાં સર્વ માની બેસે છે, બાકી એમાં વાસ્તવિક સુખની ગંધ પણ હાતી નથી, સમજીએ એમાં સુખ માનતા પણ નથી. સ્થૂળ સુખનાં સાધન મેળવવામાં જે કષ્ટ પડે છે તેના પ્રમાણમાં સ્થૂળ સુખ પણ મળતું નથી અને તેના વિયોગે મહા ગ્લાનિ થાય છે. આવી સ્થતિ અનુભવતાં છતાં મન્દકુમાર એમાં સુખ મા નતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org