________________
૧૨૮૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ એક ઘણી સુંદર કબરી નામની ઝાડી તેમના જેવામાં દૂરથી આવી. તે ઝાડીમાં ભમરાઓનાં ટેળાંઓને સમૂહ જાણે લયલીન થયો હોય તેવો દેખાવ લાગતો હતો. આ સુંદર પર્વત અને વનઘટા જોઈને તે બન્નેને એનું વધારે સારી રીતે નિરીક્ષણ કરવાનું સ્વાભાવિક રીતે મન થઈ ગયું અને થયેલ વિચાર અમલમાં મૂકવા સારૂ તેઓ તુરત જ એ પ્રદેશ તરફ ચાલી નીકળ્યા. તેઓ એ પ્રદેશ તરફ આગળ વધતા હતા ત્યાં તેઓએ ઘણી લાંબી શીલાઓની બનેલી એક નાસિકા નામની મોટી ગુફા એ પર્વતની તળેટીના પ્રદેશમાં જઈ, એટલે પર્વત જવાની વાત તો બાજુ ઉપર રહી ગઈ, કારણ કે એ ગુફા દૂરથી એટલી રમણીય લાગતી હતી કે એને જોવાની લાલચ બન્ને રાજકુમારે દૂર કરી શક્યા નહિ. બહુ આનંદમાં આવીને તેઓ તે ગુફા તરફ ચાલ્યા. ત્યાં જઈ તેની સામે ઊભા રહેતાં તેઓએ જોયું કે એ ગુફામાં બે મેટા ઓરડાઓ હતા. એ બન્ને ઓરડાનાં બારણું આગળ ઊભા રહેતાં તેઓને જણાયું કે એ બન્ને ઓરડાઓ અંધારીઆ હતા; પ્રકાશ વગરના હોવાથી એમાં આંખે વેગ તે જરા પણ ચાલી શકતો ન હતો અને એ ગુફા કેટલી લાંબી હશે અને તેને છેડો ક્યાં આવશે તે પણ માલૂમ પડી શકતું નહતું.
આવી ગુફા પાસે આવી પહોંચતાં મળે બુધમારને કહ્યું “ભાઈ બુધ ! અરે જો તો ખરો! આ ગુફામાં તે બે મોટા મોટા ઓરડાએ છે અને તેથી આ ગુફાના બે ભાગો હોય એમ એનું લાગે છે.”
બુધ–“હા ભાઈ! તારું કહેવું સત્ય છે. એ બે ઓરડાઓ વચ્ચે જે મોટી શિલા દેખાય છે તે આખી ગુફાના બે ભાગ પાડવા માટે જ યોજી હોય એમ જણાય છે.”
બુધ અને મન્દ આ પ્રમાણે વાતચીત કરતા હતા તે વખતે ચપળ આકૃતિવાળી એક બાલિકા ગુફામાંથી બહાર નીકળી. આ બાળા એ બહાર આવતાં જ એ બન્ને રાજકુમારોને પ્રણામ કર્યા, તેમને પગે પડી અને મહેઠેથી ઘણે સ્નેહ અને પ્રેમ બતાવ્યું.
ભુજંગતાના ખેલે, ઘાણમિત્ર પરિચય. પૂર્વસ્નેહનું સ્મરણ
તત્પાલને આગ્રહ પેલી રૂપવાળીએ પ્રેમ દર્શાવ્યા પછી બોલવા માંડ્યું-“અરે! તમે ભલે પધાર્યા! તમારી મારા ઉપર ઘણી મહેરબાની થઈ ! તમે
કરતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org