________________
૧૨૮૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા,
[ પ્રસ્તાવ y
ક્ષપકશ્રેણી બહાર આવે છે, એ કર્મનાં મેટાં મોટાં જાળાંઆમાં જે શક્તિ હાય છે તે સર્વને કાપી નાખે છે, એનામાં તે વખતે શુકલ ધ્યાનરૂપ અગ્નિ સળગી ઉઠે છે, ત્યાર પછી યાગનું વાસ્તવિક માહાત્મ્ય પ્રગટી નીકળે છે, આત્મા સર્વઘાતી કર્મોના પાસથી મૂકાય છે, પરમ ચેાગ ઉપર એની સ્થાપના થાય છે, એ પછી વિમળ કેવળજ્ઞાનરૂપ આલોક (પ્રકાશ)થી તે દીપી નીકળે છે, ત્યાર પછી જગત્ ઉપર અનુગ્રહ” ( કૃપા-દયા-ઉપકાર ) કરે છે, પ્રાંતે એમનું આયુષ્ય અલ્પ રહે છે ત્યારે તે કેવળી સમુદ્દાત કરે છે, એ
૧ ક્ષેપકશ્રેણી: જ્યારે આ પ્રાણી પ્રગતિ કરે છે ત્યારે તે એ પ્રકારની શ્રેણીએ—દાદર ચઢે છે. એકને ક્ષેપકશ્રેણી કહેવામાં આવે છે જે માગે તે આગળ વધ્યા જ જાય છે અને છેવટે ઇચ્છિત સ્થાનકે પહોંચે છે, બીજી ઉપશમશ્રેણી કહેવાય છે તેમાં પ્રગતિ થયા પછી પાળે અધ:પાત થાય છે. ક્ષપકશ્રેણી આદર નારા જીવા ગુણસ્થાનમાં એકદમ આગળ ચાલ્યા જાય છે અને તેરમે ગુણસ્થાનકે પહેંાચે છે. ઉપશમ શ્રેણીવાળાના અગીઆરમે ગુણસ્થાનકેથી પાત થાય છે.
૨ શુકલધ્યાનઃ વિરુદ્ધ ધ્યાનના ધર્મ અને શુકલ બે ભેદ છે. એ દરેકના ચાર ચાર પાયા છે તે બહુ વિચારવા ચેાગ્ય છે. જૈન દૃષ્ટિએ યાગ’માં ધ્યાનપુર પૂરતું વિવેચન કર્યું છે તે પ્રાથમિક અભ્યાસીએ તેવું. જીએ સદરહુ પુસ્તક રૃ. ૧૭૪-૮૧ વિશેષ રૂચિવાળાએ યેાગ્યશાસ્ત્રને અગિયારમેા પ્રસ્તાવ વિચારવે.
૩ ઘાતીકમ-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેાહનીય અને અંતરાય કર્મને ધાતીકર્મ કહેવામાં આવે છે, એના નાશથી કેવળજ્ઞાન, કેવળદર્શન, યથાખ્યાત ચારિત્ર અને અનંત વીર્ય પ્રગટ થાય છે, માહનીય કર્મના નાશ દસમાને અંતે અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનેા નાશ ખારમા ગુણસ્થાનકને અંતે પ્રાપ્ત થાય છે. વેદનીય, આયુષ્ય, નામ અને ગેાત્ર એ ચાર અઘાતી કર્મો છે, એના નાશથી પ્રાણીને મેક્ષ થાય છે. એ સ્થિતિ ચૌદમા ગુણસ્થાનકને અંતે આવે છે, ૪ કેટલાક પ્રાણીએ કેવળ જ્ઞાન પામીને તરતજ (અંતર્મુહૂર્તમાં) મેક્ષે નય છે તેમને અન્તઃકૃત કેવળ કહેવામાં આવે છે. એમને અનુગ્રહ કરવાના પ્રસંગ મ નતા નથી.
૫ કેવળીસસુદ્ઘાતઃ ‘સમુદ્ધાત ’ રામાં ‘સમ’ ઉર્દૂ’ અને ‘ઘાત' ત્રણ શબ્દ છે. સમ્યક્ રીતે ઉત્ એટલે પ્રાબલ્યથી-જોરથી વેદનીય વિગેરે કર્મોના જે ક્રિયામાં ધાત–વિનાશ થાય તે સમુદ્દાત. અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે બાકીનાં કર્મોને આયુષ્યકર્મ સાથે સરખાં કરવાં કેવી સમુદ્ધાત કરે છે. ચાર અઘાતી કર્મો રહ્યાં હેાય છે તે પૈકી વેદનીય, નામ અને ગાત્રને આયુષ્યની સરખાઇમાં મૂકવાનું આ અદ્ભુત આત્મકાર્ય બને છે. એમાં આઠ સમય લાગે છે. પ્રથમ સમયે આત્મપ્રદેશના દંડ' કરે છે એટલે ચૌદ રાજપ્રમાણ શરીરના પ્રમાણમાં આત્મપ્રદેશ ઉપર અને નીચે થાય છે. જે સમયે પાટ’ કરી ઉત્તર દક્ષિણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org