________________
પ્રકરણ ૧૬] કથાઉપનય. ઉત્તર વિભાગ.
૧૨૭૮ એનામાં અપ્રમાદ (પ્રમાદનો અભાવ-ઉદ્યોગ-સાવધાનપણું) બહુ વધારે પ્રમાણમાં પરિણુમ પામતા જાય છે, ખોટા સાચા વિકલ્પો થયા કરતા હોય છે તે બંધ થઈ જાય છે, એનું સમાધિર એનામાં ચોક્કસ સ્થિર થાય છે અને સંસારપરંપરા ઓછી થતી જાય છે.
ઉપર વર્ણવેલી પરિસ્થિતિ જ્યારે આ પ્રાણની થાય છે ત્યારે તે પોતાના ચિત્તરૂપ ઓરડાના આવરણરૂપ જે બારણું બંધ થઈ ગયેલાં હતાં તે ઉઘાડે છે એટલે એમાંથી પોતાના સ્વાભાવિક ગુણોરૂપ કુટુંબી જન પ્રગટ થાય છે. એ વખતે કેદ પડેલા કુટુંબીઓ પોતાનો સંબંધ સ્પષ્ટ વ્યક્ત કરે છે એટલે અનેક પ્રકારની સાચી દોલત દેખાવ આપે છે.
ઉપર પ્રમાણે આત્મસિદ્ધિનો દેખાવ થયા પછી આ પ્રાણી પાછા અત્યંત વિશુદ્ધ જ્ઞાનરૂપ પ્રકાશથી તેને અવેલેકે છે એટલે એના મનમાં નિરવધિ આનંદ થાય છે, ખરી આત્મજાગૃતિ થાય છે, માટે પ્રમોદ થાય છે. એ આનંદને પરિણામે એને ભવગ્રામ અનેક દુઃખથી ભરપૂર જણાવાથી તે ગામને છોડી દેવાની અભિલાષા એનામાં ઉત્પન્ન થાય છે.
ભાવગ્રામને તજવાની ઈચછા થતાં એ પ્રાણુને વિષય પ્રાપ્ત કરવાની જે મૃગતૃષ્ણ હોય છે તે શાંત થઈ જાય છે, અંતરાત્મા લુખો પડી જાય છે, સૂક્ષ્મ કર્મના પરમાણુઓ બાકી રહેલા હોય છે તે ખરી પડતા જાય છે, સર્વ પ્રકારની વ્યવહારૂ ચિંતા દૂર થાય છે, વિશુદ્ધ આત્મધ્યાન સ્થિર થાય છે, યોગર ચોક્કસ દૃઢ થાય છે, એ વખતે આ પ્રાણ મહાસામાયિક આદરે છે, “અપૂર્વકરણ એને પ્રગટે છે, એનામાં
૧ સામાયિક એટલે બે ઘડિ સંસારના ભાવ ત્યાગ કરી મન વચન કાયાની શુદ્ધ પ્રવૃત્તિ કરી સમભાવને લાભ લે. મહાસામાયિક એટલે સામાયિકની સ્થિતિમાં ચિર પ્રવૃત્તિ.
૨ આ અપૂર્વકરણ બીજું છે. અત્યાર સુધી આત્મદશા ન થઇ હોય તે કરી એક સાથે ઘણું કમને ક્ષય કરી નાખવો તેને અપૂર્વકરણ કહે છે. આ ઠમાં ગુણસ્થાનકનું નામ અપૂર્વકરણ છે, એના વિગતવાર સ્વરૂપ માટે જુઓ કર્મગ્રંથ બીજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org