________________
પ્રકરણ ૧૬] કથાઉપનય. ઉત્તર વિભાગ.
૧૭૫ મોક્ષ કેમ થાય? ધવળરાજે તથા આખી સમાજે ગુરૂમહારાજની ઉપરની હકીકત લક્ષ્યપૂર્વક સાંભળી. પછી ધવળરાજે સવાલ કર્યો “ભગવાન ! જે એ પ્રમાણે હકીકત હોય તે તો અમે સદાના ઘેલા છીએ, સન્નિપાત થયેલા જેવા છીએ, રાગ વિગેરે ધૂતારા રે બહુ આકરા છે, તેઓએ અમારું સ્વરૂપશિવમંદિર પિતાને તાબે કર્યું છે, ભાવકુટુંબને નાશ કર્યો છે, અમે ભવગામમાં રખડીએ છીએ, ભેગની ભીખ મળવી પણું ઘણું દુર્લભ હેઈ એનો એક નાને અંશ મળે તે પણ અમે તેમાં રાચી જઈએ એવા તુચ્છ છીએ, ખરી પરમાર્થની નજરે તે અમે દુખસાગરમાં ડૂબેલા છીએ-ત્યારે મહારાજ ! અમારે આ દુઃખમાંથી અને આ પરિસ્થિતિમાંથી છૂટકારો (મોક્ષ) કેવી રીતે થશે?”
મહાત્મા મુનિએ જવાબમાં કહ્યું “મહારાજ! એ બટરગુરૂને ત્યાર પછી જે હકીકત બની તે પ્રમાણે જે તમારા સંબંધમાં અને તે તમારે પણ આ સંસારવિડંબનાથી મોક્ષ થશે.”
મહારાજ ધવળરાજે એ બઠરગુરૂને ત્યાર પછી શું થયું તે પૂછયું, જેના ઉત્તરમાં મહાત્માશ્રીએ વાર્તા આગળ ચલાવી.
બઠરગુરૂ કથા-ઉત્તર વિભાગ,
રાજન્ ! ઉપર જણાવ્યું તે પ્રમાણે એ બઠરશુરૂને મહા ઉપદ્રવ થયા કરતો હતો અને પેલા ધૂતારા ચોરે એને અનેક પ્રકારના ત્રાસ આપ્યા કરતા હતા એ હકીકત જોઈને એક ખરેખર ચુસ્ત શિવભકતને તેના ઉપર દયા આવી. તેને મનમાં વિચાર થયો કે આવો ભેળે અને વસ્તુસ્થિતિએ સાચો ધનવાનું અને સાધનસંપન્ન મૂર્ખ ગુરૂ મહા પીડા ખમે છે તે તે કઈ રીતે ઠીક નહિ! માટે એને એ ભયંકર દુઃખમાંથી છોડાવવાને કાંઈ ઉપાય વિચારીને શોધી કાઢ જોઈએ. એ બાબત વિચાર કરતાં કરતાં એ શિવભક્ત એક કેઈ મહાવૈદ્ય
૧ બુધસર મુનિવેશમાં આ સર્વ વાર્તા ધવળરાજને કહે છે તે વખતે વિમળકુમાર અને વામદેવ પાસે બેઠા છે. વામદેવ એ સંસારીછવ છે અને
અને તે પોતાની આ સર્વ વાર્તા સદાગમ સમક્ષ કહી બતાવે છે જે સર્વ અચહિતસંકેતા વિગેરે સાંભળે. ( ૨ વૈદ્યની પાસે “મહા’ શબ્દ મૂકતાં ખરાબ અર્થ થાય છે, પણ અહીં તે અર્થ લેવાને નથી એમ સંબંધ ઉપરથી જણાય છે. શંખ, તેલ, માંસ, વૈદ્ય, જેશી, બહાણ, ચાત્રા, પંથ, નિદ્રા એટલા શબ્દ પાસે મહાશબ્દ મૂકવાથી ખરાબ અર્થ થાય છે. મહાપંથ એટલે મરણને માર્ગ વિગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org