________________
૧૨૭૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા
[ પ્રસ્તાવ ય
ઊંચી કરતા નથી, એને વશ પડી જાય છે અને જરાએ વિચાર કરતા નથી. ત્યાર પછી અહો મારૂં સુખ ! અહા મારૂં સ્વર્ગ! અહા મારી ધનભાગ્યતા ! વિગેરે વિચારતા એ તારા આ જનસમુદાય જેવી વિચિત્ર' ચેષ્ટાઓ કરે છે. વળી તે વખતે એ આપડાને ખબર પડતી નથી કે પેાતાનું સ્વરૂપ જ્ઞાન દર્શન વીયૅ આનંદ વિગેરે અનંત અમૂલ્ય રનોથી ભરેલું છે અને તે રના ખરેખરાં છે, તેમ જ વળી એને એમ પણ ખબર પડતી નથી કે એવું મહામૂલ્યવાન્ રત્નથી ભરપૂર પા તાનું સ્વરૂપ જેને મંદિરની ઉપમા આપવામાં આવી છે તે રાગ વિગેરે ભાવશત્રુઆવડે લુટાયું છે. ક્ષમા ( ક્રોધત્યાગ), મા ( માનત્યાગ ), સરળતા (માયાત્યાગ ), નિર્લોભતા, સત્ય વિગેરે પેાતાનું ભાવકુટુંબ ખરેખરૂં સારૂં છે, પ્રેમ રાખનાર છે અને હિત વધારનાર છે-એ મામત એ પ્રાણીને જણાતી નથી. વળી એને એ પણ ખબર પડતી નથી કે એનું એવું સુંદર આત્મસ્વરૂપ છે. તેને રાગ વિગેરે ચારેએ ચિત્તરૂપ ઓરડામાં ઘાલી દઇને કેદ કર્યું છે અને ત્યાં તેને સંકડાવી રાખ્યું છે. આવી રીતે એ પ્રાણી એવા ઊંચા પ્રકારના અનંત આનંદ આપનાર મહા ઐશ્વર્યથી અને સુખના હેતુભૂત કુટુંઅથી દૂર કરાયલા રહે છે, તેનાથી વિયોગ કરાયલા રહે છે, તેનાથી ભ્રષ્ટ થયેલા રહે છે અને દુઃખના સમૂહથી ભરેલા ભવગામમાં ફસાયલા રહે છે. એમ છતાં પણ નવાઇની વાત તેા એ છે કે એ પ્રાણી રાગદ્વેષાદિ દુષ્ટ ભાવેશને એટએટલું નુકસાન કરનારાં હાવા છતાં પોતાના પરમ ઇષ્ટ મિત્ર તરીકે માને છે અને ભીખની જેમ વિષયસુખ જરા મળી જાય ત્યાં તે આનંદમાં આવી જઇને એ મૂર્ખ હસવા મંડી જાય છે, નાચવા મંડી જાય છે અને પેલા અરચુરૂની પેઠે તાળીઓ પાડવા કે ગાવા મંડી જાય છે. આ પ્રમાણે હાવાથી રાજન્! આ લોકો દુઃખસાગરમાં ડૂબેલા હોવાથી વસ્તુ-તત્ત્વ બરાબર સમજતા નથી અને તેથી પોતે જાણે સુખી છે એમ માની લે છે એવી વસ્તુસ્થિતિ છે.”
*
Jain Education International
*
*
*
૧ આ વાકય ઘણી બહાદુરીથી ખેલાયલું છે અને આખા ઉપદેશનું રહસ્ય અહીં આણી દીધું છે,
*
For Private & Personal Use Only
www.jainelibrary.org