________________
૧૨૭૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ યુ
હવે એ સંસારમાં જે શિવભક્તો આવીને સારગુરૂને સમજણુ આપતા જણાવવામાં આવ્યા છે તે વિશેષ આધ પામેલા જૈન દર્શનના ઉચ્ચ જીવેા સમજવા. એવા વિશેષ એધ પામેલા જીવા લાકોને વારંવાર વારે છે, સમજાવે છે, શિખામણ આપે છે. કહે છે કે હું જીવલેાક! હે બંધુ! તારે આ રાગ વિગેરે ચારો સાથે સામત કરવી એ જરા પણ યોગ્ય નથી, એ મહા ધૂતારા છે, તારૂં સર્વસ્વ હરી જાય તેવા છે, મહા ભયંકર છે, અતિ ખરાબ આશયવાળા છે અને વસ્તુતઃ તે તારા શત્રુ છે, દુશ્મન છે, રિપુઓ છે.’
હવે પ્રાણીની ચેતના તેા કર્મના મેાટા ઉન્માદને લઇને તદ્દન અસ્તવ્યસ્ત થઇ ગયેલી હોય છે તેને લઇને તેને ગમે તેટલું હિત કરનાર વાક્ય કહેવામાં આવે તેની દરકાર ન કરતાં તે એ વાક્યને ઉલટા તિરસ્કારી નાખે છે, ધૂતકારી કાઢે છે, ઉપદેશને ઉલટા માને છે અને મનમાં એમ માને છે કે આ (રાગ દ્વેષ વિગેરે) મારા દાસ્તદારો છે તે જ સારા છે, તે જ મારા પ્રિય મિત્ર છે, તે જ ખરેખરા ભાગ્યશાળી છે અને તે જ મારૂં સારૂં કરનારા છે. એ મૂર્ખ જીવ ખરેખરી રીતે રાગદ્વેષને પેાતાના હેતુ-હિતસ્ત્રી તરીકે માને છે.
જ્યારે પ્રત્યક્ષ રીતે એ સારગુરૂ જેવા જીવ હિત કરનાર ઉપર તાળાં દે છે અને તેના દુશ્મનેાને હિત કરનાર માને છે ત્યારે તેનું નામ સારગુરૂ બદલીને ખરગુરૂ રાખે છે એટલે તે એ જીવને સારો પ્રાણી કહેવાના બદલે ભેાળા અથવા મૂર્ખ કહે છે. આખરે એ શિવાચાર્યને જ્યારે ચાર અને ધૂતારાઓથી વિંટળાયલા જુએ છે ત્યારે જેમ શિવભક્તો શિવમંદિર તજી જાય છે તેમ જ જીવને જ્યારે રાગ વિગેરે ચાર ધૂતારાઓથી વિંટળાયલા જુએ છે ત્યારે જૈન મહાપુરૂષ! આ જીવને તજી જાય છે.
ત્યાર પછી બઠરગુરૂના કથાપ્રસંગમાં કહેવામાં આવ્યું છે કે તે ઠરગુરૂ ભુખ્યા થતાં પેલા ચારાએ તેના હાથમાં એક ઢીંકરાનું પાત્ર આપ્યું, તેના શરીરપર મસના ચાંડલા કર્યા અને ભીખ લેવા માટે તેને અહીં તહીં રખડાવ્યો એ સર્વ
Jain Education International
આ જીવના સંબંધમાં પણ એ જ પ્રકારે અને છે. એ હકીકત કેવી રીતે બને છે તે આપણે જોઇએઃ
For Private & Personal Use Only
www.jainelibrary.org