________________
પ્રકરણ ૧૩] બુધસૂરિસ્વરૂપદર્શન.
૧૨૫૩ જાય તેવું અસ્થિર છે, એકઠી કરેલી કે કરવા ધારેલી સર્વ સંપત્તિઓ ચળ (ચાલી જાય તેવી) છે, શરીર ક્ષણમાત્રમાં પડી જાય તેવું નાશવંત છે, પ્રમાદ (આળસ અથવા પંચ પ્રમાદ: મધ, વિષય, કષાય, વિકથા અને નિદ્રા) પ્રાણુઓના શત્રુની ગરજ સારે છે, પાપસંચય મહા દુતર છે, ઇંદ્રિય ઉપર સંયમનો અભાવ મહા દુઃખદાયી છે, નરકરૂપ કુ મહા ભયંકર છે, ગમે તેવા વહાલા માણસો સાથેના મેળાપ અનિય છે, સંસારમાં મનને પસંદ ન આવે તેવા અનેક અપ્રિય મેળાપ અને સંબંધો થયા જ કરે છે, સ્ત્રી મિત્ર સગા અને સંબંધીઓ થોડી વાર ઘણું રાગી થાય છે અને વળી થોડી વાર પછી તદ્દન જાણે સંબંધ હોય જ નહીં તેવા વિરક્ત થઇ જાય છે, આ સંસારમાં મિથ્યાત્વરૂપ વૈતાળ મહા ભયંકર છે, વૃદ્ધાવસ્થા (ઘડપણ) હથેળીમાં જ રહેલી છે, ભેગે અંત વગરનાં મહા દુઃખ આપનારા છે, મૃત્યુરૂપ પર્વત મહા આકરે છે–આવી આવી અનેક બાબતે આ સંસારમાં પ્રાણીઓ જેવાની છે, વિચારવાની છે, તપાસવાની છે, સમજવાની છે, લક્ષ્યમાં લેવાની છે, નિર્ણય કરવાની છે– એ સર્વ છતાં આ પ્રાણી તે એમાંની કઈ પણ બાબતનો વિચાર ન કરતાં લાંબા પગ કરીને અને વિવેચક્ષુ બંધ કરીને ઉધી જાય છે તેમ જ એ ઘસઘસાટ ઊંઘે છે કે જાણે એને માથે કેઈ દુશમન નથી, એને કઈ લેણદાર નથી, એને કેઈને જવાબ દેવા નથી અને વળી મોટા શબ્દ કરી તાણું તાણીને તેને વિવેકી પ્રાણીઓ જાગૃત કરે છે તે પણું તે પોતાની ઉઘમાંથી કઈ રીતે ઉઠતો નથી, જાગત નથી, જાગવાનાં ચિહ્ન પણ બતાવતો નથી અને વિવેકીના સર્વ પ્રયો નકામા જાય છે અને ભાઇશ્રી તે મહામહની ગાઢ નિદ્રામાં ઉંધ્યા જ કરે છે, કદિ મહા મુસીબતે જાગ્રત થાય છે તે પણ તેની આંખો ઘેરાયા કરે છે તેથી ફરી પાછો પણ વારંવાર મોહનિદ્રામાં લીન થઈ જાય છે. વળી અવલોકન કરશે તો જશે કે આપણે ક્યાંથી આવ્યા છીએ? કયા કમેથી આવ્યા છીએ? કયાં આવ્યા છીએ? કયાં જશું? એ સર્વને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org