________________
૧૨૫૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ગ્ર
ત્વમાં આસક્ત થાય છે, આયુષ્ય કર્મથી પ્રત્યેક ભાવમાં જીવનકાળ મુકરર થાય છે, નામ કર્મથી ગતિ જાતિ શરીર અંધારણ રૂપ સૌભાગ્ય વિગેરે સર્વ વિચિત્રતા આળેખાય છે, ગાત્ર કર્મથી ઉચ્ચ નીચ કુટુંબમાં જન્મ થાય છે અને અંતરાય કમૅથી લેવા દેવાની ખાખતમાં ભાગ ઉપભાગમાં અને શક્તિ વાપરવામાં અંતરાય થાય છે. આ આઠે કર્મો વારંવાર પ્રાણીઓને ત્રાસ આપે છે, તેની પાસેથી પેાતાના હક દબાવીને પણ લે છે અને જીવની મહા હેરાનગતિ કરે છે. એ કર્મો કાઇ વાર પ્રાણીઓને તદ્દન ભૂખ્યા રાખે છે, કોઇ વાર તેમને અત્યંત દીન બનાવી અનેક રીતે વિદ્યુળ કરી મૂકે છે, કોઇ વખતે તેઓને નરકમાં નાખીને અનેક પ્રકારની પીડા ઉપજાવે છે. હવે એ આઠે કર્મો સાધુઓને પણ હાય છે છતાં તે સાધુઓને તેટલી કદર્શના કે ત્રાસ નીપજાવી શકતા નથી, કારણ કે સાધુઓને જે દેવું હોય છે તે લગભગ નહીં જેવું અલ્પ હાય છે. વળી એ સાધુએ એવા કાબેલ હાય છે કે પાતાને માથે જે દેવું હોય તે પૈકી દરરોજ કેટલુંએક દઇ દઇને ઘટાડ્યા કરે છે અને લેણદારોને સંતેષ આપ્યા કરે છે—આથી કરીને એ આઠે લેણુદારા સાધુઓને ત્રાસ આપી શકતા નથી. હે રાજનૢ ! આ પ્રમાણે હકીકત હોવાથી તમે સર્વ દેદારો છે અને હું દેણારહિત છું એમ મેં તે વખતે જણાવ્યું હતું.
“ (૧૪). ત્યાર પછી સર્વ પ્રાણીઓ તમે ઉંઘતા છે એમ મેં કહ્યું હતું તેના સ્પષ્ટ ખુલાસેા કરી અતાવું છું તે લક્ષ્ય આપ્રચલા-ઉંઘ, પીને સાંભળે. જે પ્રાણીઓ જૈન ધર્મની બહાર હાય છે તે ખરેખર ઉઘે જ છે એમાં જરાપણ શંકા જેવું નથી, તેનાં કારણેા વિચારોઃ કર્મપરંપરા ઘણી ભયંકર હાઇને પ્રાણીને મોટા ત્રાસ આપે તેવી અને નોડે તેવી આકરી છે, સંસારસમુદ્ર ઘા વિશાળ અને સામે પાર પહોંચતાં હાથજીભ કઢાવે તેવા છે, પ્રાણીને રાગદ્વેષ વિગેરે દાષા લાગેલા છે તે ઘણા ભયંકર છે, પ્રાણીઓનું મન ઘણું જ ચપળ છે, પાંચે ઇંદ્રિયોના સમૂહ ઘણા ચંચળ છે, જીવન જોતજોતામાં ચાલ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org