SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨૬ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [પ્રસ્તાવ ૫ શિતળ ગ્રહવર્ણન, કુમારનો પ્રવેશ. જનસમુદાયના સુખની સુંદર વ્યવસ્થા. લેકેની સુખ સગવડ, માતપિતાનો સંતોષ, હિમભવન યોજના. પછી ધવળરાજ મહારાજાના હુકમથી તે વખતે તુરતમાં એ ભનંદન ઉદ્યાનમાં એક વિશાળ હિમગૃહની યોજના કરવામાં આવી? એ હિમહ ઉપર કમળનાં પાંદડાંઓ પાથરી દેવામાં આવ્યાં, નિરંતર નવાં કમળ પથરાયાં કરે એવી યેજના થઈ, નીલર જેવાં લીલાં કેળનાં ઝાડે ચારે તરફ બાંધી દેવામાં આવ્યાં અને તે ભવનમાં એક બનાવટી ઘરનદી ગોઠવી દેવામાં આવી જેમાં કપૂર વિગેરે સુગંધી પદાર્થોથી મઘમઘાયમાન થતું પાણી નિરંતર ચાલ્યા જ કરે એવી યાંત્રિક રચના કરવામાં આવી અને ચંદન તથા કપૂરના પાણીથી ચારે તરફ ગાર કરવામાં આવી અને ભીતમાં ચારે તરફ સુગંધી વાળા, કમળનાળનાં તંતુઓ અને નાળાથી જુદા જુદા વિભાગે પાડી હિમભવનને તૈયાર કરવામાં આવ્યું. ઉન્હાળાની ગરમીના સંતાપને દૂર કરનાર અને શિશિર( શિયાળા)ના જેવા પરંતુ સુખકર કંપને ઉત્પન્ન કરે એવા એ હિમભવનમાં શિશિર ઋતુના નવપલ્લવ સમાન સુંદર રંગબેરંગી શાઓ રચવામાં આવી અને ઠંડાં સુખ આપનાર નરમ આસને ત્યાં ગોઠવવામાં આવ્યાં. આવી રીતે જ્યારે હિમભવન તૈયાર થઈ ગયું ત્યારે વિમળકુમારને લેકસમુદાય સહિત ત્યાં પ્રવેશ કરાવવામાં આવ્યો. પછી સર્વ લેકસમુદાય જે વિમળકુમાર સાથે ત્યાં દાખલ થયોતેમને અને વિમળકુમારને સુંદર ચંદનનાં વિલેપન કરવામાં આવ્યાં, કપૂરની પરાગથી સર્વને જનસુખ અને ઢાંકી દેવામાં આવ્યા, સુગંધી પાટલા (લોધ)ના અલિપ્ત વિલાસની ફલની માળાઓથી સર્વને વીંટી લેવામાં આવ્યા, વિમળા યોજના. સર્વને મેગરાના પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યા, સર્વના શરીર સાથે મુક્તાફળ (મોતી અથવા એ નામનાં ફળ)નાં સમૂહનું આલિંગન કરાવવામાં આવ્યું, સર્વને તદ્દન પાતળાં અને કેમળ વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં, ઝીણે ઠંડે વરસાદ વરસાવતા હોય તેવા સુગંધી ઠંડા પંખાઓ સર્વેને વીંઝાવવામાં ૧ હિંમગૃહ ઉન્હાળામાં ઠંડક આપનાર ઘટાવાળો મંડપ. Summer house, ૨ પાટલા-લેધ જાતનાં વૃક્ષ થાય છે તેનાં ફુલની માળા, પાટલને અર્થ ગુલાબી પણ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy