________________
પ્રકરણ ૧૧ ]
પ્રતિબાધ રચના.
૧૨૨૩
છતાં, કામદેવના રૂપના તિરસ્કાર કરે તેવું તેનું અત્યંત રમણીય રૂપ હોવા છતાં, સાથે વળી કળાઓમાં પણ પોતે સંપૂર્ણ કાબેલ હોવા છતાં, શરીરે તદ્દન નિરોગી છતાં, તેમ જ ઇંદ્રિયોની સામગ્રીથી પણ પરિપૂર્ણ હાવા છતાં અને તેને કોઇ મુનિનું દર્શન હજુ સુધી થયેલ ન હેાવા છતાં એના ઉપર જીવાનીના જરા પણ વિકાર અસર કરતા નથી, એ અડધી આંખે કોઇના ઉપર કટાક્ષ પણ નાખતા નથી, આડાઅવળા સ્ખલના પામતા મન્મન વચને તે કદિ ખેલતા નથી, ગાવા મજાવવાની કળાના કદિ ઉપયાગ કરતા નથી, ઘરેણાં ગાંડાંનું બહુમાન કરતેા નથી, મદથી અંધ થઇ જાય તેવી સ્થિતિને સ્વીકારતા નથી, સરળતાથી જરાએ દૂર ખસતા નથી (સરન ળતા મૂકતા નથી) અને વિષયસુખનું તે નામ પણ લેતેા નથી! અરે આવું સંસારથી તદ્ન વિમુખ થઇ ગયેલું તેનું અલૌકિક (અસાધારણ) ચરિત્ર તે કેવું ! તે એ કરો વિષયસુખથી વિમુખ થઇને આમ સાધુની પેઠે જ રહે તે આપણને આ રાજ્ય મળ્યું છે તે પણ તદ્ન નકામું થાય, આપણી પ્રભુતા ફ્ેકટની થાય, આપણા વૈભવ બધા નિષ્ફળ થાય અને આપણું જીવતર ઝેર થાય, આપણે જીવતે મુવા જેવા જ થઇ જઇએ. ત્યારે હવે એ છેકરો વિષયામાં કેવી રીતે પ્રવૃત્તિ કરે એ સંબંધમાં રાજારાણી વચ્ચે વિચાર ચાહ્યા. મન્નેએ એકાંતમાં ખૂબ વિચાર કર્યો અને પછી એવા નિર્ણય ઉપર આવ્યા કે વિષયસુખના અનુભવ કરવા માટે (પરણવા સારૂં) તેઓએ જાતે જ વિમળકુમારને કહેવું. તેઓએ એમ માની લીધું કે પુત્ર ઘણા વિનયી છે અને વળી સાથે દાક્ષિણ્યના ભંડાર છે તેથી માબાપના વચનને કદિ ઉલ્લંઘશે નહિ.
માત પિતાની સુખ અનુભવ પ્રેરણા. દુ:ખ દૂર કરવાની વિઞળ કુમારની વૃત્તિ, વિકટ રાજ્યધર્મની ભાવનાનું સ્પષ્ટીકરણ પ્રતિમાધરચનાના પ્રથમ પ્રવેશના પ્રારંભ,
ધવળરાજે અને કમળસુંદરીએ ઉપર પ્રમાણે વિચાર કર્યાં પછી એક દિવસ અન્ને વિમળકુમાર પાસે આવ્યા અને પ્રસંગ લઇને તેને કહેવા લાગ્યા− ભાઇ! અમે સેં કડો મનારથ કર્યો ત્યારે તેના ફળરૂપે તું અમને પ્રાપ્ત થયા છે, બહુ ચિંતા અને અભિલાષાઓનું ફળ
પિતા માતાએ વાત શરૂ કરી.
Jain Education International
૧ મુનિદર્શન વૈરાગ્યનું કારણ છે, એવા પ્રસંગ કુમારને બન્યા નથી છતાં આ શું? એવા રાજારાણી વિચાર કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org