________________
પ્રકરણ ૧૧ મું.
~6SV
પ્રતિબેાધ રચના.
વિઞળકુમારની વિરક્તિ. ધવળરાજની મેાચિંતા, વ્યવહારૂ નીકાલની ધારણા,
અતિ ફરાળ ભાવના ખાસ અભ્યાસ કરેલા હેાવાને લીધે, કર્મજાળ તદ્દન હીન થઇ ગયેલ હોવાને લીધે, જ્ઞાનની ઘણી વિશુદ્ધિ થઇ ગયેલી હાવાને લીધે, એકંદર ઇંદ્રિયના વિષયા તજવા યોગ્ય સમજાવાને લીધે, પ્રશમ (શાંતિ) ભાવ ગ્રહણ કરવા યોગ્ય હોવાને લીધે, કોઇ પણ પ્રકારનું ખરામ ચરિત્ર-વર્તન વિદ્યમાન ન હેાવાને લીધે, આત્મવીર્ય ઘણું પ્રબળ થઇ ગયેલ હોવાને લીધે, તેમ જ પરમપદપ્રાપ્તિના કાળ તદ્ન નજીક આવી ગયેલ હેાવાને લીધે (ઉપરની હકીકત બન્યા પછી) વિમળકુમાર રાજ્યલક્ષ્મીમાં રાચી માચી જતા નથી, શરીરની કાઇ પણ પ્રકારની શાભા કે આળપંપાળ કરતા નથી, અનેક પ્રકારની જૂદી જૂદી લીલાઓનું લાલન કરતા નથી, લોકપ્રચલિત સાધારણ ધર્મના સંબંધની ગંધમાત્ર પણ અભિલાષા રાખતે નથી અને આ સંસાર રૂપ કેદખાના ઉપર તદ્દન વિરક્ત મનવાળા થઇને અને શુભ ધ્યાનમાં લીન થઇને પોતાને વખત સારી રીતે નિર્ગમન કરે છે.
Jain Education International
વિમળકુમારને એવા પ્રકારના વિરક્ત ચિત્તવાળા જોઇને તેના પિતા ધવળરાજ અને માતા કમળસુંદરીને ચિંતા થઈ કે- અહો ! આ વિમળકુમારની સુંદર તંદુરસ્ત જીવાની હોવા છતાં, કુબેરભંડારીના વૈભવને પણ હસી કાઢે તેવે વૈભવ હોવા છતાં, દેવાંગનાઓના લાવણ્યને પણ હસી કાઢે તેવી માટા રાજાઓની કન્યાઓને જોવા
For Private & Personal Use Only
www.jainelibrary.org