________________
૧૨૨૦
ઉપમિતિ ભવપ્રપંચા થા. પ્રસ્તાવ ૫ કેટલો જબર છે કે મારા સ્વમામાં પણ ખ્યાલ ન હતો છતાં આ વિદ્યાઓ મને પિતાની મેળે સિદ્ધ થઈ!! પરંતુ એમાં હરખાઈ જવાનું નથી, એમાં રાચી માચી જવાનું નથી. ખરેખર આ તો મને એક અંતરાય-વિશ્ન ઊભું થયું. કદાચ હવે મારાથી બંધુ વિમળ સાથે દીક્ષા લેવાનું બની શકશે નહિ. કારણ કે પુણ્યાનુબંધી પુણ્યને પણ ભગવાને સેનાની બેડી જેવું કહ્યું છે. હવે બીજી રીતે વિચારું તે ચંદન સિદ્ધપુત્રે અગાઉથી જ કહ્યું હતું કે હું વિદ્યાધરને ચક્રવર્તી થઈશ અને વિમળકુમારે મારાં શારીરિક લક્ષણે પરથી એ વાતને ટેકો આપ્યો હતે. તો હવે એમાં બીજું શું કરવું? એમ જ બનવાનું હોય એમ લાગે છે, આ પ્રમાણે હું વિચાર કરતો હતો ત્યાં તે વિદ્યાદેવીઓએ મારા શરીરમાં પ્રવેશ કર્યો અને વિદ્યાધરએ મારે રાજ્યાભિષેક કરવાની શરૂઆત કરી દીધી અનેક જાતનાં કૌતુકે રચવામાં આવ્યાં, અનેક મંગળ કરવામાં આવ્યાં, પવિત્ર તીર્થોમાંથી જળ મંગાવવામાં આવ્યું, ચૌદ રત્નો પ્રગટ થયાં અને સેનાના અને રતના કળસ તૈયાર કરવામાં આવ્યા. આવી રીતે અત્યંત આનંદ અને મહેસૂવપૂર્વક મારે રાજ્યાભિષેક કરવામાં આવ્યું.
બંધુ વિમળ! ત્યાર પછી દેવની પૂજા કરતાં, ગુરૂ અને વડીલ વર્ગને સન્માન આપતાં, રાજ્યનીતિનું બરાબર સ્થાપન કરતાં પ્રધાનમંડળ અને નોકરવર્ગની બરાબર નીમણુક કરતાં, હાથનીચેનાં રાજ્યો તરફથી આવતી ખંડણી અને પ્રણામને સ્વીકારતાં અને નવીન રાજ્યને ઉચિત સર્વ વ્યવસ્થા ગોઠવતાં મારા કેટલાક દિવસે વ્યતીત થયા. એ કામમાંથી જરા ફારેગ થતાં જ મને તારે આદેશ યાદ આવ્યો અને તુરત જ મનમાં આવ્યું કે- વિમળબંધુએ કહ્યું છે તે પ્રમાણે હજુ સુધી મેં બુધઆચાર્યની શોધખોળ પણ કરી - ૧ પુણ્યાનુબંધી પુણ્યઃ જે પુણ્યને ઉપભોગ થતાં નવું પુણ્ય બંધાય તેને પુણ્યાનુબંધી પુણ્ય” કહેવામાં આવે છે. ધનને સખાવતમાં વિવેકપૂર્વક ઉપયોગ કરવ, દાન કરવું એ પુણ્યાનુબંધી પુણ્ય છે. મજશેખ શરીરસુખ અને આ નંદવિલાસમાં ધન શરીરનો ઉપયોગ કરવાથી પાપાનુબંધી પુણ્ય ભગવાય છે. એવી રીતે પાપના ઉદય વખતે હાયવોય કરવાથી પાપ બંધાય તેને પાપાનુધી પા૫ કહેવાય છે જ્યારે સમતાથી વેદતાં પુણ્યબંધ થાય તેને પુણ્યાનુબંધીપાપ કહેવામાં આવે છે. આમાં પુણ્યાનુબંધી પુણ્ય ઉત્કૃષ્ટ છે, છતાં પુણય પણ આખરે કર્મ છે, સંસારમાં રખડાવનાર છે, ભેગવવું પડે જ છે, તેથી તદષ્ટિએ ત્યાજ્ય છે, પ્રાજ્ઞો તેમાં રાચી જતા નથી.
૨ નિસ્પૃહતા કેટલી ઉત્તમ છે તે અત્ર વિચારવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org