________________
પ્રકરણ ૧૦] મિત્રમેળાપ-સૂરિસંકેતનિર્દેશ.
૧૨૧૮ તમ! તમારા મનમાં જિનવર ભાષિત ધર્મ સ્થિર થયું છે તેથી તમે ખરેખર ધન્ય છે, કૃતકૃત્ય છે અને અમારી જેવાને પૂજવા યોગ્ય છો. અમે અહિણિ વિગેરે વિદ્યાઓ છીએ, તમારા પુણ્યના જોરથી પ્રેરાઈને તમને વરવા માટે અમારી જાતે જ ચાલી ચલવીને અહીં આવ્યા છીએ. તમારા અત્યંત નિર્મળ ગુણથી અમે તમને વશ થઈ ગયા છીએ અને અમે સર્વે અંતઃકરણપૂર્વક તમારા અત્યંત અનુરાગી થયા છીએ. હે ધીર! જે ભાગ્યશાળીનાં હૃદયમાં ભગવાનને નમસ્કાર રહેલ છે અને તેને જે જગતમાં પ્રકાશિત કરી રહ્યો છે તેનું શાસન તો સર્વદા જગતમાં જાગતું જળતું રહે છે અને કઈ પણ વસ્તુ એને મળવી દુર્લભ છે જ નહિ. અમે પંચપરમેષ્ટિ નમસ્કાર (નવકાર) રૂપ મંત્રના જોરથી તમારી સાથે જોડાઈ ગયેલી છીએ અને અમારી મેળે આવીને તમારી દાસી થઈ ગયેલી છીએ. હે પુરૂષોત્તમ ! અમે તમારા શરીરમાં પ્રવેશ કરશે. તમે ભવિષ્યમાં ચક્રવતી થશે. અમારા આદેશથી આ વિદ્યાધરનું મોટું લશ્કર છે એ સર્વ અત્યારે તમારા તાબામાં આવ્યું છે. એ આખું લશ્કર દરવાજા ઉપર ઊભું છે. તેઓ આમ કહેતી હતી તે જ વખતે ઝૂલતાં કુંડળ બાજુબંધ અને મુગટનાં મણિઓથી દિશાઓને દિપાવતા અનેક ખેચરે આવીને મને નમી પડ્યા.
હવે તે વખતે ઘણું જોરથી પ્રભાતની નોબતના ઉદયના સૂર સાથે ગડગડાટ થવા લાગ્યા અને કાલનિવેદકે જણુવ્યું કે
“આ સૂર્ય લોકમાં પોતાના સ્વભાવથી ઉદય પામ્યો છે, તે “દષ્ટિને વધારે પ્રસાર આપે છે અને મનુષ્યોને પ્રબોધ કરે
છે (દષ્ટિને પ્રસાર તે સ્થળ દષ્ટિનો વિસ્તાર સમજવો અને પ્રબોધ એટલે જાગવું–નિદ્રા દૂર કરવી એ અર્થ સમજવો). “વિશુદ્ધધર્મની પેઠે એ સૂર્ય સુંદર અનુષ્ઠાનનું કારણ બને છે “(સુંદર અનુષ્ઠાનો દિવસે થાય છે) અને સર્વ સંપત્તિઓને “તે મેળવી આપનાર છે. તેથી હે લેકે! તમે ઉઠે, જાગ્રત “થાઓ અને વિશુદ્ધ ધર્મમાં આદર કરે કે જેથી તમે કદિ
ખ્યાલ પણ ન કર્યો હોય તેવી સંપત્તિઓ તમને પ્રાપ્ત થાય.” “આ પ્રમાણે કાળનિવેદકના શબ્દો સાંભળીને મેં મારાં માનમાં ચિંતવના કરી. અહે ભગવાને ભાષેલા વિશુદ્ધ ધર્મને મહિમા
૧ રહિણિ એ મહાવિદ્યાની અધિષ્ઠાયિકા દેવી છે. નામિવિનમિને એ વિદ્યા ધરણે આપી હતી. એને નિર્દેશ આદિશ્વર ચરિત્રમાં છે. સેળમાંની તે એક મહાવિદ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org