________________
૧૧૮૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રસ્તાવ ૫ નામાં ન રહેતાં ભગવાન જિનેશ્વર મહારાજ સંબંધી દિક્ષા અંગીકાર કરવી છે. હવે મારે પિતા માતા અને બીજા બંધુઓ તેમજ સગાંઓ ઘણું છે. કેઈ પણું ઉપાયે કરીને તેઓને પણ જે પ્રતિબધ થઈ શકે તે ઘણું સારું. જો તેઓ પણ ભગવાનના ધર્મને પ્રતિબોધ પામે અને વિશુદ્ધ ધર્મ આદરે એ કાંઈ પણ ઉપાય તું બતાવ તે ખરેખર તેથી હું પણ તેઓનું એક સાચું અંધુકાર્ય બરાબર કરી શકે, મતલબ તેમના બંધુ તરીકે તેમના પર ઉપકાર કરવાને મને પ્રસંગ પ્રાપ્ત થાય, અને હું તેમના તરફની મારી ફરજ બજાવી શકે. કેમ કે એ સિવાય બીજા કેઈ પણ પ્રકારે તેમના પ્રત્યેની મારી ફરજ હું બજાવી શકે એમ નથી.”
ચિતા નિવારણાને ઉપાય, બુધાચાર્ય પરિચયની વાર્તા
દેવપૂજન અને ગુરૂપરિચય રતચૂડ–“ભાઈ વિમળ! તું જે વાર્તા પૂછે છે તેને એક ઉપાય મારા ધ્યાનમાં આવે છે. એક બુધ નામના આચાર્ય છે, તે અસાધારણ વિદ્વાન અને સંયમવાનું છે. જે કદાચ કોઈ પણ કારણે ગમે તેમ કરીને તેઓશ્રી અહીં પધારે તે તેઓશ્રી તારા બંધુ વિગેરેને અવશ્ય ગ્ય પ્રકારનો પ્રતિબંધ આપે; કારણ કે તેઓશ્રી
અતિશયના ભંડાર છે, અન્યના ચિત્તને જાણવામાં જોઇતી નિપુણતાની ખાણ છે, પ્રાણીઓને પ્રશમ રસની પ્રાપ્તિ કરાવવામાં અસાધારણ છે અને યોગ્ય સમયે યોગ્ય વચન બોલવાની બાબતમાં બહુ વિચક્ષણ છે.”
વિમળ-“અહે! બંધુ ! આવા અસાધારણ ગુણલબ્ધિસંપન્ન મહાત્મા બુધ આચાર્યને તે ક્યાં જોયા?” રચૂડ—-“ગઈ અષ્ટમીને દિવસે હું આ કીડાનંદનવનમાં ભગ
વાનના પૂજન સારૂ આજ મંદિરમાં મારા પરિવાર બુધ આચાર્યને સાથે આવ્યું હતું ત્યારે મેં એ મહાત્મા આચાર્યને પ્રથમ દેખાવ. આ મંદિરના બહારના દરવાજા પાસે જ જોયા હતા
હું મંદિરમાં પ્રવેશ કરતે હતો તે વખતે મેં તપસ્વી મુનિઓનું એક મોટું કેળું જોયું. તેઓની વચ્ચે એક બહુ મેટા તપસ્વી મેં જોયા. તેમને વર્ણ તદ્દન શ્યામ હતું, દેખાવ ઘણે
૧ અતિશય–આશ્ચર્યકારક લબ્ધિને “અતિશય' કહેવામાં આવે છે. એ પુણ્યને ઉપગ (વ્યય) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org