________________
૧૧૧૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૪
છે, બીજીનું નામ સત્યતા છે. એ બન્ને કન્યાએ આખા રાજભ્રુવનને આનંદ આપનારી છે, ઘણી મનેાહર છે, સાક્ષાત્ અમૃતરૂપ છે, સર્વને સુખ આપનારી છે અને સંસારી પ્રાણીઓને તે મળવી અત્યંત દુર્લભ છે; હવે જો કોઇ પણ પ્રકારે તારા પુત્રને એ કન્યા મળી જાય–તેની સાથે કુમારના લગ્ન થાય તેા તેઓના સંયોગથી પેલા શૈલરાજ અને મૃષાવાદ સાથેના કુમારના સંબંધ છૂટી જાય એમ છે. એનું કારણ એ છે કે એ બન્ને કન્યાએ ગુણાના સમૂહ છે, ગુણાથી ભરપૂર છે અને આ કુમારના મિત્રો શૈલરાજ અને મૃષાવાદ દોષના ઢગલા છે, દાષાથી ભરેલા છે. તેથી તે અન્ને પાપી મિત્રો અને પેલી ગુણવાન કન્યાએ એક સાથે એકી વખતે રહે તે અને તેવું જ નથી. હવે એ બન્નેના લગ્ન ક્યારે અને કેવી રીતે થશે, કાણ કરશે અને કેવા સંચાગેામાં થશે તેની ચિંતા કરનાર અને ચેાજના કરનાર તા કોઇ બીજો જ છે, એમાં તારી યાજના કે વિચાર કામ આવે તેમ નથી. રાજન્! તારે અત્યારે જે કરવાની હોંસ થઇ આવી છે અને જે કરવું તને ઇષ્ટ છે તે તું ખુશીથી કર.”
આચાર્યમહારાજનાં આવાં વચન સાંભળી નરવાહન રાજા વિચાર કરવા લાગ્યા કે- અહા ! મારા છેાકારાના આવા બે મેટા શત્રુએ એની પાસે નિરંતર રહે છે એ તેા ઘણું ખરામ! બહુ ભૂંડું! ખરેખર, આ તે મેાટી પીડા છે! ખરેખર, એ બાપડા રિપુદારણ જેવા જોઇએ તેવા રિપુદારણુ તા નથીજ, પરંતુ આ બાબતમાં અત્યારે ઉપચાર જ થઇ શકે તેવું નથી ત્યારે કરવું પણ શું? માટે મારે તા આ સર્વ બાહ્ય ભાખતાના સંગ છેડી દઇને મારા આત્માને હિત થાય તેવું કરવું. આ બાબતમાં કાંઇ વળે તેવું લાગતું નથી. આગળ ઉપર એના નસીબમાં હશે તે પ્રમાણે થઇ રહેશે.
૧ એ ખાખતની યાજના કર્મપરિણામ અને કાળપરિણતિ ઉપર રહે છે સ્થિતિ પરિપકવ થાય ત્યારે પુરૂષાર્થ કરવામાં આવે તેા સફળ થાય છે. પિતા ગમે તેટલી ચાજના કરે તેા તે નિષ્ફળ થાય તેમ છે એવાં વચન આચાર્યે કહ્યા રાજાએ આચાર્યનાં ખે વચન પકડી લીધાં: એક તે એ ખાખતમાં રિપુટ્ટારનો પેાતાના કાંઈ દેષ નથી અને ખીજું અત્યારે તે બાબતમાં કાંઇ થઇ શકે તેવું નથી ૨ દુશ્મનના વિનાશ કરે તે રિપુતારણ કહેવાય, પરંતુ આ કુંવર તે દુશ્મનના વિનારા કરનાર નથી, કેમકે તેના બે શત્રુએ હાલમાં તેની દુર્દશા કરી રહ્યા છે અને એ તેમના તાબેદાર બની રહ્યો છે. રિપુદારૂજી નામ લઇએ તે શત્રુ તરફ સખ્ત, ભયંકર. એ નામ પણ અત્યારે સાર્થક નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org