________________
૧૧૧૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ જ
વિશુદ્ધ આંતરભાવવાળા સજ્જનની પ્રકૃતિને શું એ ગુણ હશે? કહ્યું છે કે સંત પુરૂષાની દૃષ્ટિ તો કોઇ અપૂર્વ ધનુષ્યષ્ટિ જેવી છે, કારણ કે ધનુષ્યયષ્ટિ તે અવસરે ગુણારાપણ કરે છે, પરંતુ સંતપુરૂષાની દૃષ્ટિ તા પ્રસંગ વગર પણ ગુણારાપણ કરવા તૈયાર જ રહે છે, અથવા રાજન્ ! આ જૈન લિંગ જે ત્રણ ભુવનને નમસ્કાર કરવા યોગ્ય છે અને જેણે પેાતાના પરમાર્થશત્રુઓને મારી હઠાવી દીધા છે અને જે લિંગને અમે આદરીને બેઠા છીએ તે જૈન લિંગના (મહાવીર ભગવાનના વેશને) શું આ ગુણ છે? કારણ કે એ તે પ્રસિદ્ધ રીતે કહેવામાં આવે છે કે જેના હાથમાં જૈન લિંગ પ્રાપ્ત થયેલું જોવામાં આવે છે તેમને દેવા અને દેવના ઇંદ્રો પણ અત્યંત ભક્તિના રસથી પૂજે છે, સેવે છે અને તેને ઘણું માન આપે છે, રાજન! હું તે હજી મારા કુટુંબમાં રહ્યો છું અને ગૃહસ્થના આચારને ધારણ કરી રહ્યો છું છતાં એવા પ્રકારના મુરકેલ કામ કરનાર (દુષ્કરકાર) તરીકે મને ધારવામાં આવે છે તેનું કોઇ બીજું કારણ છે ?”
સંતપુશ્ત્રાને ગુ ણા રા પ.
નરવાહનનું અપૂર્વ ચિંતવન. ચિંતવનથી સત્ય માર્ગની પીછાન પીછાન થઇ ગયા પછીનું અન્વેષણ,
વિચક્ષણસૂરિ આપ્રમાણે ખેલતા હતા તે વખતે તેમના મનમાં જે કાંઇ મદ માકી રહ્યો હતેા તે પણ ગળી જતા હાય એમ સ્પષ્ટ જણાઇ આવતું હતું. નરવાહન રાજાએ વિચાર કર્યો કે અહે!! આ આચાર્યે તે પેાતાનું ચરિત્ર એવી સારી રીતે કહ્યું કે તે સાંભળતાં તે મારા મેહુ પણ નાશ પામી ગયા! અને આ ભગવાનની વાત કહેવાની અને માલવાની રીતભાત પણ કેવી સુંદર છે! અને તેમનું વિવેકીપણું પણ કેવું આશ્ચર્યકારી છે ! કેવી સુંદર તેમની મારા ઉપર મેહેરમાની જણાય છે! અને એમણે તે કોઇ અદ્ભુત પરમાર્થ જાણ્યા છે ! આચાર્ય ભગવાન પોતે જે વાત કરી રહ્યા છે તે વાતનું રહસ્ય મારા જાણવામાં આવી ગયું છે.
૧ ગુણારાપણુ: (૧) ગુણ-સદ્ગુણનું આરેાપણ કરવું. સજ્જન સર્વત્ર ગુણ જ જુએ છે; (૨) ગુણા એટલે પણછ. સાધારણ ધનુષ્યયષ્ટિ ઉપર તે પ્રસંગ આવી પડે ત્યારે જ પણછ ચઢાવવામાં આવે છે. શ્લેષાલંકાર છે.
૨ સૂરિના આ અત્યંત નરમારા અતાવનારા શબ્દો છે. એનું કુટુંખ તે આંતર કુટુંબ હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org