________________
૧૦
ઉપમિતિ ભવપ્રપંથા કથા.
ત્ પ્રસ્તાવ ૪
દયને સાથે લઇ લીધા, પેાતાની માતા નિચાતા તથા મુિ ભાÉને સાથે રાખી લીધી, પેાતાના સાળા વિમર્શને પણ સાથે જોડી દીધા, છાતી ઉપર બેઠેલા પ્રિયતમ પ્રકર્ષ પુત્રને પણ સાથે રાખી દીધા અને પોતાની ભાર્યાં રસનાને પણ વદનકાટરમાં સાથે જ રહેવા દીધી, માત્ર એકલી લેાલતા દાસીને અત્યંત નિંદનીક ધારીને છેડી દીધી, અપમાનપૂર્વક તેના તિરસ્કાર કરીને ધકેલી દીધી. એ દાસી સિવાય આખા કુટુંબને સાથે લઇને તે (વિચક્ષણ) ગુણધર નામના આચાર્ય પાસે આવી પહોંચ્યા અને દીક્ષા ગ્રહણ કરી. હું રાજન્! પછી મને દીક્ષા આપી છે એમ માનતા વિચક્ષણ જૈનપુરમાં રહેતા બીજા મહાત્મા સાધુઓની વચ્ચે રહેવા લાગ્યા. ત્યાર પછી એ ગુણધર આચાર્યે પોતાના સર્વ આચાર વિચક્ષણમુનિને શીખવ્યા, એ આચારની આસેવના પરમ ભક્તિપૂર્વક કરવામાં આવી અને વિચક્ષણે એ રસનાને લગભગ એટલી તેા નિર્માલ્ય અનાથી દીધી કે તે તે તદ્દન વિસર્જન થવા જેવી જ થઇ ગઇ, તે કાંઇ પણ ન કરી શકે તેવી સ્થિતિમાં તેને મૂકી દીધી, અર્થાત્ તેને તદ્દન નકામા જેવી બનાવી દીધી. આખરે ગુરૂમહારાજે એ વિચક્ષણમુનિને પોતાના પદઉપર સ્થાપી તેને આચાર્ય મનાવ્યા. એ વિચક્ષણ બીજે પણ ફરતા હરતા દેખાય છે તેા પણ પરમાર્થથી એ વિવેક મહાગિરિના શિખરપર આવી રહેલા જૈનપુરમાં જ વસે છે એમ સમજવું. મહારાજ નરવાહન ! એ વિચક્ષણ કુમાર અને વિચક્ષણ આચાર્ય ખીને કોઇ નહિ પણ હું જ છું! વિવેકપર્વતપર સાધુઓ છે. એમ કહ્યું હતું તે આ અહીં બેઠેલા સાધુઓ સમજવા. રાજન્! તેં મને પૂછ્યું હતું કે નાની ઉમરમાં મારા વૈરાગ્યનું કારણ શું બન્યું હતું તે મેં તને વિસ્તારથી કહી સંભળાવ્યું. આવી રીતે પૂર્વે બતાવેલા કારણાથી મેં દીક્ષા લીધી હતી.
રસના થાનક સંપૂર્ણ.
૧ દીક્ષા વખતે શુભેાદય નિજચાતા વિગેરે સર્વને સાથે રાખવાની જર છે, રસનાના ત્યાગ તેા થઇ શકતા નથી, પણ તેમાંથી લેાલતા નીકળી જાય તેમ પછી તેની ચીકણાશ રહેતી નથી. લેાલતા દાસીને કાઢી મૂકવામાં બહુ રહસ્ય છે તે વિચારી લેશું.
૨ પૃ. ૭૬ર થી શરૂ થતી વાત અત્ર પૂર્ણ થાય છે. આ પ્રસ્તાવના પ્રકરણ છઠ્ઠાથી તેની શરૂઆત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org