________________
૧૧૦૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાજ दह्यते तीवतापेन सर्वो जनः, खिद्यते स्वेदनिर्वेदितं तन्मनः। वान्ति वाताः सतप्ता जगत्तापिन:,
शुष्कपत्रावलीमर्मराराविणः॥ ઝાડ ઉપરથી પાંદડાંઓ પુષ્કળ ખરી પડે છે, પ્રાણીઓનાં શરીરમાંથી બળ ઘટતું જાય છે, પ્રાણુઓ નદીઓનું પુષ્કળ જળ પીએ છે, લેકોનાં ગળાં તૃષાથી તદ્દન સુકાઈ જાય છે, સખ્ત તાપથી સર્વે લેકે બળુ બળુ થઈ રહે છે, પરસેવાને લીધે કંટાળેલાં તેઓનાં મનમાં પણ વારંવાર ખેદ થયા કરે છે, દુનિયાને તાપ કરનાર ગરમ પવનો સખ્ત રીતે વાયા કરે છે અને સુકાં પાંદડાંઓનાં સમૂહે મરમર મરમર અવાજ કરે છે.
भानोरिव प्रतापेन संतुष्टं वर्धितं दिनम्।
स्वामिनोऽभ्युदये सर्वःसन्तोषादमिवर्धते ॥ “સૂર્યના પ્રતાપ (તેજ )થી સંતોષ પામીને દિવસ મેટ થયા છે કેમ રે સ્વામીની જ્યારે ચઢતી થાય ત્યારે સર્વ કે તેના સેવકે સંતોષથી વૃદ્ધિ પામે છે. (પ્રતાપ એટલે સખ્ત તાપ અને તેજ. ઉ હાળામાં દિવસ મોટા થાય છે તેપર આ ઉઝેક્ષા છે.)
'આ ઋતુમાં મોગરાનાં છેડે વિકસ્વર થયા છે, જાતવાન પાટલનાં ઝાડે (રાતા લોધ્ર) ઘણું વિકાસ પામ્યાં છે, શિરીષ (સરસડા)નાં વૃક્ષ ઉપર એટલાં તો ફલો આવી ગયાં છે કે જેથી તેનાં વનો આખાં ને આખાં લીલાંછમ થઈ ગયાં છે. ચંદ્રનાં કિરણે આંખેને ખુશ કરે તેવાં સુંદર થઈ ગયાં છે, પાણીનાં સ્થાન હૃદયને પ્રેમ ઉપજાવી રહ્યાં છે, મોતીની માળાઓ મનને ઘણી જ વહાલી લાગી રહેલ છે, સુંદર મહેલની વિશાળ અગાશીઓ ચિત્તને બહુ વલ્લભ લાગે છે, આખા શરીરે ચંદનના (સુખડનાં) વિલેપને બહુ પ્રિય લાગી રહેલાં છે, માથાપર ચાલી રહેલા પંખાઓ અમૃત જેવા લાગી રહેલા છે, ઠંડાં ફૂલના અંકુરાઓનાં બનાવેલાં ઓછાડે (ચાદરે) મનને સુખ આપી રહેલાં છે અને સુખડનું પાણી શરીરના બહારના ભાગોપર લગાડવામાં આવે છે છતાં શરીરની અંદર રહેલાં મનમાં શાંતિ ઉપજાવે છે.
ભવચક્રમાં વિશેષ વાસ, આવા સમયમાં મામા વિમર્શ ભાણેજને કહ્યું “ભાઈ ચાલે, હવે આપણે દેશ તરફ પાછા ફરીએ.”
૧ ગરમ ઋતુમાં ઠંડા ઉપચાર સારા લાગે છે તેના આ સર્વ દાખલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org