________________
૧૦૯૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ જ
પર્વત બતાવ્યે અને એ વિવેકપર્વતના આધારભૂત ઉત્તમ પ્રાણીઆથી ભરપૂર સાત્ત્વિકમાનસ નામનું નગર પણ બતાવ્યું; વળી આગળ ચાલતાં આપે એ વિવેકપર્વતનું અપ્રમત્તતા નામનું શિખર અતાવ્યું અને તે શિખરપર વસેલ જૈનપુર મને દેખાડી દીધું ત્યારે મારા જાણવામાં આવ્યું એ નગર તેા ખરેખરા મહાત્મા લાકાથી જ ત્રસાયલું છે. વળી આપે ત્યાર પછી મને ચિત્તસમાધાન મંડપ ખતાવ્યો, નિ:સ્પૃહતા નામની વેદિકા બતાવી અને તેનાપર જીવવી નામનું સિંહાસન પણ બતાવ્યું; આપે સાક્ષાત્કાર કરાવવા સાથે ચારિત્રમહારાજને ઓળખાવ્યા અને બીજા સર્વે રાજાઓનું વર્ણન પૂછું કરી બતાવ્યું ત્યારે મને સમજણ પડી કે એ સર્વ રાજાએ તેા ચારિત્રરાજના સેવક છે; છેવટે આ ચતુરંગ લશ્કર પણ આપે બતાવ્યું અને આવું આવું સર્વ સુંદર બતાવીને આપે એવું કાંઇ પણ રહેવા દીધું નથી અથવા એવી કોઇ બાબત બાકી રહી નથી. કે જે આપે મારે માટે ફરી ન હેાય. આપે તે ખરેખર આજે મારૂં પાપ ધો ઇને મને નિર્મળ બનાવી દીધા, મારા ઉપર મહાન્ ઉપકાર કર્યો; વળી આપ કૃપાળુએ હોંસપૂર્વક મારા સર્વ મનારથા પૂર્ણ કર્યાં. મામા ! આ સુંદર જૈનપુર એટલું બધું રમણીય છે કે એમાં કેટલાક દિવસ રહેવાની મને અભિલાષા થાય છે, કારણ કે સદ્વિચારપૂર્વક આ નગરને તમારા પ્રભાવથી જેમ જેમ હું જોતા જ છું તેમ તેમ હું જાણે વધારે શાણા અને સમજુ થતા જતા હે' એમ મને લાગે છે. આપે મારાપર ઘણી કૃપા કરી છે તે। હવે એ મહેરબાનીના પૂરા લાભ મને આપા, તેને છેવટની હદ સુધી લઇ જાઓ અને આપ પણ આ નગરમાં રહેવામાં આનંદ માનીને મારી સાથે રહેા એ મારી નમ્ર વિનંતિ છે.'
મામાએ જવાબમાં કહ્યું “ ભાઇ! મને તેા એવી ઇચ્છા રહ્યા જ કરે છે કે તને વધારે સુખ કેમ થાય! હું તારે વશ છું, તે આવી તારી સુંદર ઇચ્છાના મારાથી ભંગ કેમ થાય? બહુ સારૂં, એમ કરશું, અહીં થોડો વખત રહેશું.”
પ્રકર્ષે ઉત્તરમાં જણાવ્યું “ મામા ! એ પ્રમાણે સંમતિ આપીને આપે મારા ઉપર મેાટી મહેરબાની કરી છે.”
આવી વાતચીત કરીને મામા ભાણેજ બે માસપર્યંત જૈન સતપુરમાં રહ્યા, કારણ કે તેમને જે એક વરસનેા વખત રસનાની મૂળ શેાધ માટે આપ્યા હતા તે હજી પૂરા થયા ન હોતા અને પ્રકર્ષને નવું જોવા જાણવાની મહુ જિજ્ઞાસા હતી.
૧ હજી આપેલ અવધિમાં બે માસ બાકી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org