________________
પ્રકરણ ૩૫ ]
યતિધર્મ-ગૃહિધર્મ.
૧૦૮૩
“ (૭) ભેગાપભાગ વિરમણ વ્રત, આહાર પુષ્પ વિગેરે એકજ વાર ભાગમાં આવે તેને ઉપભાગ કહેવામાં આવે છે, શ્રી મુકામ આદિ વારંવાર ભાગમાં આવે તેને પરિભાગ કહે છે. આ ઉપભાગ અને પુરિભાગની ચીજોની હદ બાંધવી તે આ સાતમા વ્રતમાં આવે છે. આહાર અને ઉપભાગની ચીજોમાં પાપરિહત વસ્તુ તરફ ખાસ ઉપયોગ રાખવા, આવીશ અભક્ષ્ય વસ્તુઓ જેમાં મદ્યમાંસાદિ માદક વસ્તુ, તુચ્છ વસ્તુઓ અને રાત્રિભાજન વિગેરેના સમાવેશ થાય છે તેના ઉપયોગ કરવા નહિ, ( ત્યાગ કરવા ), એક શરીરમાં અનંત જીવા હોય તેવાં કંદમૂળ-૩૨ અનંતકાય ઉપયોગમાં લેવાં નહિ ( ત્યાગ કરવા) એ ખાસ કર્તવ્ય છે. તે ઉપરાંત પોતે આખી જીંદગી માટે ઘણી વસ્તુઓ રાખી હોય છે, આવી પડનારી અનેક આપત્તિઓ કલ્પીને સંખ્યા અને પ્રમાણમાં વધારે છૂટ રાખી હાય છે તે દરેકમાં દરરોજ માટે સંકોચ કરવા સારૂ દરરોજ ચૌદ નિયમ ધારવાની પ્રણાલિકા અત્ર બતાવી છે. તેમાં દરરોજ વાપરવાની તથા ખાવાપીવાની વસ્તુઓની હદ બંધાય છે. એને માટે ૧૪ નિયમે ઠરાવેલા છે. એ ચૌદ નિયમથી પેાતાની જાતપર ઘણા અંકુશ આવે છે અને આત્મચિંતવન બહુ સુંદર થાય છે. ઘણાં કર્મ બંધાય તેવાં પંદર કર્મોાનના વ્યાપાર આદિ ન કરવાની પ્રેરણા પણ આ સાતમા વ્રતમાં થાય છે. કાલસા કરાવવાના વ્યાપાર, મીલના વ્યાપાર, કુંભાર લુહારના વ્યાપાર-આ સર્વને ‘ ઇંગાલકર્મ' કહેવામાં આવે છે; ફળ ફૂલ શાક વન અગીચાના વ્યાપાર, વનનાં ઝાડો કપાવવાં કે વેચવાં ઇત્યાદિ તે ‘વનકર્મ’; ગાડા, રેલ્વે, ટ્રામવેના વ્યાપાર તે શાટકકર્મ’; ઘોડા રથ ગાડી ગાડું ભાડે આપવાના વ્યાપાર તે ભાટક કર્મ;' કુવા તળાવ કે સરોવર ખાદાવવા, પાતાળ કુવા કઢાવવા તે ‘ક્ાડીકર્મ’ આ પાંચ કુકર્મ કહેવાય છે. હાથીદાંત, કસ્તુરી, મેાતી, કચકડાં, રેશમ, ઊન, પીંછાના વ્યાપાર એ ‘દંતવાણિજ્ય'; સાજીખાર, મણુશીલ, ગળી, લાખને વ્યાપાર તે લાખવાણિજ્ય'; દારૂ માંસ ઘી તેલ ગાળ ખાંડના વ્યાપાર તે ‘રસવાણિજ્ય'; ઘેાડા બળદ ગાય તથા (અસલ વખતમાં) દાસદાસીને વેચવા લેવા તે કેશવાણિજ્ય' અને અણુ સેામલ, વછનાગ, ગાંજે, ચરસ, તંબાકુના વ્યાપાર તે ‘વિષવાણિજ્ય’-આ પાંચ કુંવ્યાપાર છે. શેરડીને પીલવી, સરાણા ચલાવવા, ચરખા, જીન, સ્પીડલ, લુમ્સ એ સર્વ ‘યંત્ર પીલણુ કર્મ'; બળદનાં નાક વિંધાવવાં, ઘોડાનાં પૂંછડાં કપાવવાં, ખાંસી કરાવવી વિગેરે ‘નિલૉંછન કર્મ'; વનને બાળી મૂકવાં તે ‘દાવાગ્નિ કર્મ'; તળાવ સરોવર કુવાને શાષાવવા તે શાષણ કર્મ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org