________________
૧૦૮૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાપ સમાવેશ થાય છે. (ડ) રૂ. કાચુ રૂપું, તથા રૂપાનાં ઘરેણું. (૨) સુવર્ણ-કાચું સોનું તથા સોનાના ઘરેણું. (૭) કુપદ-એમાં ત્રાંબુ, પતળ કાંસુ, સીસુ એ સર્વ ધાતુ અને તેનાં વાસણ, પલંગ, માંચા, શકટ, હળ, ફરનીચર વિગેરે સઘળી ઘરવખરીનો સમાવેશ થાય છે. (જ) દ્વિપદદાસદાસી ગુલામ તરીકે વેચાતાં રાખવામાં આવતાં હતાં અને તેની મિલકતમાં ગણના થતી હતી. વર્તમાન ન્યાયના ઘોરણ પ્રમાણે તો કેઈને ગુલામ તરીકે રાખી કે વેચી શકાતા જ નથી. (૪) ચતુષ્પદ-હાથી, ઘોડા, બળદ, ગાય, ભેંસ, ઊંટ વિગેરે ચાર પગવાળાં જનાવરે. આ સર્વની સંખ્યા વિગેરેનો નિર્ણય કર, હદ બાંધવી. સ્થાવર મિલકતને અંગે જમીનના હકે કેટલા ભેગવવા, વસ્તુઓને અંગે ફરનીચર ઘરમાં કેટલું રાખવું તથા પોતાની મિલ્કત કેટલી રાખવી એ સર્વ બાબતની મર્યાદા બાંધી દેવી, એ હદ ઓળંગવી નહિ, કદાચ ઓળંગાઈ જાય તે વધારાની રકમ જાહેર સખાવતમાં તુરત જ ખરચી નાખવી, સ્ત્રી કે છોકરાને નામે કરવાની કે એવી ગોટા વાળવાની પદ્ધતિ રાખવી નહિ. વસ્તુ ઉપર માલીકી ભોગવવી એને પરિગ્રહ કહે છે. એથી મૂછને સર્વથા ત્યાગ ન બને તે હદ બાંધવી. એથી વ્યવહાર પરિમિત થાય છે અને વધારાના દ્રવ્યાદિન શુભ માર્ગ વ્યય કરવા પ્રેરણું થાય છે. આ પ્રથમના પાંચ વ્રતને અણુવ્રત કહે છે. સાધુને એ વ્રતે સર્વશે હોય છે એટલે મહાવ્રત કહેવાય છે; ગૃહસ્થને એ અંશે હોય છે તેથી તેને અણુવ્રત કહે છે.
“(૬) ત્યાર પછી ત્રણ ગુણવ્રત આવે છે. પ્રથમના પાંચે અણુવ્રતને તે ગુણ કરે છે, લાભ કરે છે, પુષ્ટ કરે છે, તેથી છઠ્ઠા સાતમાં અને આઠમા વ્રતને ગુણવ્રત કહેવામાં આવે છે. છઠ્ઠા વ્રતને દિશિ પરિમાણ વ્રત કહેવામાં આવે છે. દિશિ પરિમાણમાં ચારે દિશાએ તેમ જ ઊંચે અને નીચે અમુક મર્યાદા સુધી જ મુસાફરી કરવી, તેથી આગળ વધવું નહિ. આ નિયમથી અમુક ક્ષેત્રથી બહારના સર્વ જીવોના સંબંધમાં હિંસા આદિનો નિષેધ થઈ જાય છે અને સર્વ બાબતેની મર્યાદા બંધાઈ જાય છે, ત્યાંની વસ્તુસંબંધે અસત્ય બોલાતું નથી, ત્યાંની વસ્તુ ચારાતી નથી, ત્યાંની સ્ત્રીઓ સાથે બ્રહ્મચર્ય પળે છે, ત્યાંના ધનાદિ પરિગ્રહનો ત્યાગ થાય છે. એ રીતે એ પાંચે અણુવ્રતને લાભ કરે છે. જળમાર્ગ તથા સ્થળમાર્ગ અને આકાશમાં એરપ્લેનમાં કેટલું જવું તેને અહીં નિર્ણય થાય છે. વિશેષ સુજ્ઞ છો. પત્રવ્યવહાર ક્યાં સુધી કરે એને પણ નિયમ કરે છે. મુખ્ય વ્રતને ગુણ કરનાર આ વ્રતને ગુણવ્રતનું યુગ્ય નામ આપવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org