________________
૧૦૭૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ વહાલ છે. એ બેના પ્રેમનું કેટલું વર્ણન કરું! દુનિયામાં ઘણું સ્ત્રી ભરતાર (દંપતી) જેયાં છે, પરંતુ આ અકૃત્રિમ સ્નેહમય દંપતીભાવ મેં બીજી કઈ જગ્યાએ બીજા કેઈ ધણીધણીયાણમાં જે નથી. ગૃહિધર્મ ફટાયો,
“ ત્યાં એક બીજા નાનો કુમાર દેખવામાં આવે છે તેનું નામ ગૃહિધર્મ છે અને તે યતિધર્મ યુવરાજનો નાના ભાઈ થાય છે. એ બાર મનુષ્યથી પરવારીને બેઠેલે છે અને જૈનપુરમાં ભારે આનંદલીલા કરાવી રહ્યો છે તેનું સંક્ષેપમાં તારી પાસે હું વર્ણન કરી બતાવું તે તું ધ્યાન રાખીને સમજી લે.
(૧) સર્વ પ્રકારની સ્થળ હિંસાને ત્યાગ કરવા તે સૂચવે છે. મતલબ એ છે કે ગૃહસ્થથી સાધુની માફક સર્વથા હિંસાનો ત્યાગ ન થઈ શકે તેથી તેણે સ્થળ હિંસાનો ત્યાગ કરવો જોઈએ. સાધુધર્મમાં સર્વ જીવની મન વચન કાયાથી હિંસા ન કરવા કરાવવાનું ફરમાન છે, ગૃહસ્થથી તેટલી અહિંસા પાળવાનું બની શકે નહિ તેથી તેણે સ્થળ આહિંસા તો અવશ્ય પાળવી જોઈએ. જેમકે પૃથ્વી જળ અગ્નિ પવન અને વનસ્પતિની હિંસા શ્રાવકથી થઈ જાય તેથી તેને સર્વથા નિષેધ તે નિયમપૂર્વક કરી શકે નહિ, બાકી બેથી પાંચ ઇંદ્રિયવાળા (ત્રરસ) જીવો રહ્યા તેમાં પણ તે સંકલ્પપૂર્વક હિંસા કરે નહિ, પણ આરંભ સમારંભને અંગે હિંસા થઈ જાય. વળી નિરપરાધીને તે તે મારે નહિ પણ અપરાધ કરનારની હિંસા ન જ કરવી એ તેનાથી નિર્ણય થઈ શકે નહિ (આથી જેવાશે કે લડાઈ કે આત્મસંરક્ષણને અંગે ગૃહસ્થ ધર્મમાં હિંસાથી સર્વથા બચી શકાતું નથી. વળી સાપેક્ષ કારણે હિંસાને નિષેધ તેને હોઈ શકે નહિ, નિરપરાધી છતાં પણ ભારવહન કરે નારા પાડા, બળદ, ઘોડા વિગેરે તથા પ્રમાદી પુત્રાદિકને સાપેક્ષપણે વધબંધપ્રહારઆદિ કરવામાં આવે છે. ગૃહસ્થધર્મને અંગે આવશ્યક તરીકે તે નિરપેક્ષપણે નિરપરાધી બેથી પાંચ ઇંદ્રિયવાળા જીવોને સંકલ્પપૂર્વક નાશ કરે નહિ, તે સિવાયના બીજાની હિંસા ન થાય તેને વિચાર રાખે,
૧ ગૃહિધર્મઃ ગૃહસ્થ ધર્મ, ચારિત્રધર્મને માટે કુંવર યતિધર્મ છે, તેમ ગૃહસ્થધર્મ ના કુંવર છે. ગૃહસ્થને ચારિત્રસામ્રાજ્યમાં સ્થાન છે. મહારાજાને જેમ રાગકેસરી અને દ્વેષગજેંદ્ર પુત્ર છે તેમ ચારિત્રરાજાને પણ બે પુત્રો છે.
૨ આ બાર વતની બાબતમાં મૂળ કરતાં ઘણી વધારે હકીકત ઉપયોગી ધારીને અન્ય ગ્રંથમાંથી જોઈને અહીં લખી છે. મૂળની હકીકત પૃ. ૧૦૮૬ થી પાછી શરૂ થાય છે. જેમને બાર વ્રતની સંક્ષેપ હકીકત ન વાંચવી હોય તેમણે આ આઠ પ્રણે છોડી દેવાં. મૂળ ગ્રંથમાં માત્ર નામનો જ નિર્દેશ કર્યો છે. ભા.ક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org