SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ કણુ ૩૫] યતિધર્મ-ગૃહિધર્મ. ૧૦૭૭ ૧૦ બ્રહ્મચર્ય, ત્યાર પછી યતિધર્મના પરિવારમાં ગર્ભ જેવા ઘણા મનેાહર છેલ્લો માળ બેઠેલેા દેખાય છે તે બ્રહ્મચર્ય નામથી પ્રખ્યાત છે અને મુનિઓને તે બહુ જ પ્રિય છે. દિવ્ય અથવા ઔદારિક શરીર સાથે એટલે કોઇ પણ દેવાંગના સાથે, મનુષ્ય સ્ત્રી સાથે અથવા તિર્યંચણી સાથે મન વચન અને કાયાથી સંયાગ ન કરવા, ન કરાવવા અને કરનારની પ્રશંસા ન કરવી એ બાબતની પ્રેરણા એ દશમા મનુષ્ય મુનિઓને કરે છે અને મેાક્ષને સાધ્ય કરવા ઇચ્છનારે, તેની વારંવાર પ્રશંસા કરનારે અને તેને આદરનારે કદિ પણ અબ્રહ્મ સેવવું નહિ એવા સ્પષ્ટ નિષેધ એ દશમે મનુષ્ય કરે છે. ( સાધુધર્મમાં 'બ્રહ્મચર્યને મુખ્ય સ્થાન છે. યોગસાધનમાં બ્રહ્મચર્યસેવનાની ખાસ અગત્ય છે અને કોઇપણ આખતમાં પ્રગતિ કરવી હાય તેા શારીરિક અને માનસિક બળના આધાર મËવીર્યપણા ઉપર રહેતા હેાવાથી બ્રહ્મચર્યની ખાસ અગત્ય છે. ) “ આવી રીતે સુંદર દશ મનુષ્યેાના પરિવારથી પરવરીને યતિધર્મ નામના એ ચારિત્રધર્મરાજાના યુવરાજ આ જૈનસત્પુરમાં લીલાથી લહેર કરે છે, આખા નગરમાં ફરે છે અને પેાતાનેા પ્રભાવ સર્વને બતાવે છે. સદ્ભાવસારતા પુત્રવધૂ. २ *નભર .. _f7%2 "P.wke the? ' “ ભાઇ પ્રકર્ષ! એ યતિધર્મને આ અત્યંત સુંદર અને પ્રકાશમાન કાંતિવાળી નિર્મળ લાચનવાળી માળા સદ્દભાવસારતા નામની પત્ની છે. એટલે એ ચારિત્રધર્મરાજની પુત્રવધૂ થઈ. એ સદ્ભાવસારતા મુનિઓને અહુજ વહાલી લાગે છે અને એના પતિને તેા એના ઉપર એટલા બધે સાચા પ્રેમ છે કે એ હોય તા જ યતિધર્મ (યુવરાજ ) જીવે છે અને એ ન હેાય તે! પાતાના પ્રાણ કાઢી નાખે છે. એવી રીતે એ યુવરાજને આ પન્ની ઉપર ઘણા એહ છે અને સાચા હૃદયનું ૧ અાચયેઃ એ અઢાર ભેદે પાળવાનું છે. ચિ અને ઔદારિક શરીર. પ્રત્યેક મન, વચન અને કાયાથી એટલે છ ભેદ થયા, તેને ન કરવું, ન કરાવવું અને ન અનુમેદવું એમ ત્રિવિધ ગુણતા ૧૮ ભેદ થયા. તત્ત્વયેાગપૂર્વક વિશુદ્ધ ૨ સદ્ભાવસારતાઃ વિચારણાપૂર્વક સુંદર ભાવ, માંતર જીવન. ભાવવગર યતિધર્મ ટકતા નથી એટલે સર્વને સાર ભાવમાં છે, પત્ની વગર પતિ જીવતા નથી એ વાતનું રહરય આ દંપતીમાં ખાસ વિચારવા યોગ્ય છે. ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy