________________
૩૩] સાત્વિકમાનસપુર અને ચિત્તસમાધાન મંડપ. ૧૦૫૭ છે અને જોત જોતામાં સર્વને હટાવી દે છે અને આ મંડપમાં જે જીવવોર્ય સિંહાસનની બરાબર સ્થાપના કરેલી હોય છે તો પેલા મહામહ વિગેરે (અપ્રશસ્ત) રાજાઓ આ મંડપમાં પેસી પણ શકતા નથી; અને વસ્ત્ર પ્રક! કઈ વખત મહામોહ વિગેરે રાજાઓ આ સૈન્યનો તિરસ્કાર કરે છે ત્યારે જીવવીયેના પ્રભાવથી તે પિતાનો બરાબર દેખાવ આપે છે અને પિતાની યાતિ સ્થાપિત કરે છે. જ્યાં સુધી આ જીવવીર્ય સિંહાસન અહીં બરાબર પ્રકાશિત હોય છે ત્યાં સુધી જ પેલું સર્વતોભદ્ર સ્થિત દેખાય છે; હવે પછી વર્ણવવામાં આવશે તે રાજા પણ ત્યાં સુધી જ દેખાય છે; રાજાનું લકર પણ ત્યાં સુધી જ જોવામાં આવે છે; આખો વિવેકગિરિ અને જૈનપુરની હાજરી પણ એ જીવવીર્ય સિંહાસન પર આધાર રાખે છે. આવી રીતે ભાઈ પ્રકઉં! તારી પાસે જીવવીર્ય સિંહાસન સંબંધી વાત કરી. હવે એ સિંહાસન પર બેઠેલા રાજા અને તેના પરિવારનું વર્ણન તારી પાસે કહી સંભળાવું છું તે બરાબર લક્ષ્ય દઈને સાંભળ.”
પ્રકર્ષ તત્વચિંતવન, પ્રકર્ષે પિતાના મનમાં વિચાર કર્યો કે મામાએ જે વાત કરી તેને ભાવાર્થ મારા મનમાં આવી રીતે ફરે છે–મામાએ પ્રથમ સાત્ત્વિકમાનસપુરનું વર્ણન કર્યું તે અકામ નિજેરાની અપેક્ષાઓ ઉત્પન્ન થયેલ જ્ઞાનવગરનું (મિથ્યાદષ્ટિ) પ્રાણુનું વીર્ય જણાય છે એટલે નદીમાં જેમ ઘડાતાં ઘડાતાં પથ્થર ગોળ થતો જાય તેમ કુટાતા પીટાતા પ્રાણીને અકામ નિર્જરા થઈ જાય છે, આત્મપ્રદેશથી કમ છૂટી જાય છે, પરંતુ તે વખતે તેને ગ્ય અગ્યની વહેંચણ કરનાર વિશુદ્ધ જ્ઞાન હેતું નથી. સાધારણ રીતે ચાલુ ઓઘ દશા મૂકી દઈ પ્રાણી ધર્મની સન્મુખ થાય ત્યારે એ દશા હોય છે. એવા સાત્વિકપુરમાં રહેનારા જે લોકો બતાવવામાં આવ્યા છે તે એવા વિશુદ્ધ જ્ઞાનવગર પણ સાત્ત્વિક મનને લઈને વિબુધાલયમાં (દેવલોકમાં) જાય છે. ત્યાર પછી જૈનધર્મના સિદ્ધાત જાણ્યા વગર માત્ર કર્મની નિર્જરાથી પ્રાણીને એવી બુદ્ધિ થઈ આવે છે કે પોતે ધન સ્ત્રી પુત્ર શરીર અને સર્વેથી તદ્દન જુદો છે, પોતાને વાસ્તવિક રીતે એ ધન પુત્ર કે ઘરબાર સાથે કોઈ સંબંધ નથી; વળી તેને એમ પણ જણાય છે કે મહામહ વિગેરે શત્રુઓ ઘણું દુષ્ટ છે, મહા ભયંકર છે, ખરેખર
૧ ચાર તરફ દ્વારવાળું ઘર-અહીં તે ચિત્તસમાધાન મંડપ માટે વપરાયેલ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org