SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રાય જ જ અહીં રહે છે. જે ભાગ્યવાન્ પ્રાણીઓનાં મનમાં એ નિઃસ્પૃહતા વેદિકા વસી ગઇ હાય છે તેમને પછી દેવતાઓની દરકાર નથી, ઇંદ્રનું પ્રયાજન નથી, રાજાની ખુશામત નથી અને કોઇની પણ આશિયાળ કે દરકાર નથી. એ વેદિકાને પણ વિધાતાએ આ સુંદર મહારાજાને બેસવા માટે જ બનાવી છે. જીવવીર્ય સિંહાસન “ એવી રીતે ચિત્તસમાધાન મંડપમાં મૂકેલી નિઃસ્પૃહતા નામની વેદિકાનું તારી પાસે વર્ણન કરી બતાવ્યું. એ વેદિકા ઉપર જીવવી નામનું સિંહાસન મૂકવામાં આવ્યું છે તેની હકીકત તને હવે કહી સંભળાવું છું. જે પ્રાણીઓનાં મનમાં આ જીવવીર્યની સ્ફુરણા થઇ આવે છે તેમને સુખના જ અનુભવ થાય છે, તેવાઓને પછી દુઃખના પ્રસંગ પડવાનું કાંઇ કારણ રહેતું જ નથી. એ આસન ઉપર બેઠેલા આ રાજા ઘણા જ સુંદર અને તેજસ્વી શરીરવાળા છે, એમના ચાર સુંદર મુખ છે, એ સર્વ જગા બંધુ અને સર્વને અત્યંત આનંદ આપનાર છે, એ રાજાને જે આ બહુ સુંદર પરિવાર દેખાય છે, તથા એ રાજાનું જે આ સુંદર મહાન રાજ્ય તેની સંપત્તિ, તેનું મહત્ત્વ અને તેજ દેખાય છે તે સર્વનું કારણ આ જીવવીર્ય સિંહાસન છે. એ સિંહાસન સંબંધી તને કેટલી વાત કહું ? ટુંકામાં કહું તે અહીં જે આ સાત્ત્વિકમાનસપુર દેખાય છે, તેમાં રહેનારા લોકો દેખાય છે, વિવેકપર્વત દેખાય છે, તેનું અપ્રમત્તત્વ શિખર દેખાય છે, તેમાં જૈનપુર દેખાય છે, તેમાં રહેનારા લોકો દેખાય છે, આ મંડપ દેખાય છે અને વેદિકા દેખાય છે, વળી પેાતાના સૈન્ય સાથે આ મહાન રાજા પણ અહીં દેખાય છે, તેમજ આખા ભુવનમાં સર્વથી સુંદર મનેારાજ્ય અહીં દેખાય છે તે સર્વ એ જીવવીર્ય સિંહાસનના પ્રતાપ છે એમ તારે સમજવું. હુકીકત એવી છે કે આ જીવવીર્ય નામનું સિંહાસન અહીં નહાય તે આ આખા મંડપ ઉપર મહામેાહ વિગેરે રાજાએ ચડાઇ લઇ આવે ૧ જીવીયેઃ પ્રાણી પેાતાની શક્તિ ફારવે ત્યારે જ ખરા વિકાસ કરી શકે છે. આ જીવવીર્ય સિંહાસન સાથે મેાહરાનનું વિપર્યાસ સિંહાસન સરખાવવું. એની હું. કીકત માટે જુએ પૃ. ૮૦૯, ૨ પ્રાણીમાં શક્તિ તેા અનંત છે, પણ તેને ઉપયોગ ન કરે, ખેસી રહે અથવા વિભાવમાં પડી જાય તે આખું મને રાજ્ય અપ્રશસ્ત મહામેાહના કબૂજામાં પડી જાય છે. તેટલા માટે પ્રાણીએ વીર્યસ્ફુરણા કરવાની જરૂર છે. ચે M ઉપર ચિત્તની સમાધાનીને અને મનેવિકારના નિગ્રહના આધાર રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy