SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ જોઇએ અને તેનાંથી શુદ્ધ ક્રિયા આચરવી જોઇએ ( અનુષ્ઠાન ). શાસ્ત્રવચન એવું છે કે ૮ સમિતિ ગુપ્તિથી શુદ્ધ ક્રિયા હૈાય તે અસપત યેાગ કહેવાય છે.' વિગમ (નાશ ) અને ધ્રૌવ્ય (સ્થિતિ) યુક્ત હાય તે સત્ ઉત્પાદ કહેવાય છે. એક દ્રવ્યના અનંતા પર્યાય થાય છે અને અર્થની એ વ્યાખ્યા છે. પ્રત્યક્ષ અને પરાક્ષ એ બે પ્રમાણ છે. એ પ્રમાણે જૈન મતનું દિગ્દર્શન માત્ર થયું. ભાઇ પ્રકર્ષ ! પ્રથમના ચાર (તૈયાયિક, વૈશેષિક, સાંખ્ય અને યુદ્ધ ) વાદીઓ નિવૃતિમાર્ગને જાણતાં જ નથી. એનું કારણ એ છે કે ત્યાં જનાર પુરૂષ (નૈયાયિક મતે ) એકાન્ત અને નિત્ય છે, બીજા વળી તેને સર્વત્ર રહેનાર માને છે, બીજા ( બૌદ્ધો ) તેણે ક્ષણવિનાશી ઇચ્છે છે. હવે જે એ નિત્ય હોય તે તે અવિચલ હાઇને કેવી રીતે જાય ? અને જે તેને સર્વત્ર રહેનાર (સર્વવ્યાપી ) કહેવામાં આવે તે પછી તે ક્યાં જાય? અને ક્યાંથી જાય? હવે જો ત્યાં જનાર ક્ષવિનાશી હાય તા તે ત્યાં જવાને ઇચ્છãાજ નથી-માટે એ બાપડાઓ નિવૃતિનગરના માર્ગો કોઇ જાણતા જ નથી. વળી જે લેાકાયતા ( નાસ્તિકા, ચાર્વાક ) છે તે તેા નિવૃતિનગરીથી દૂર જ રહે છે, કારણ કે પાપથી હાયલા હૃદયવાળા મિચારાઓ એ નગરીના તિરસ્કાર જ કરી રહ્યા છે. સમજુ માણસોએ આ નાસ્તિકાના મતને તેા મહા પાપના સમૂહ તરીકે જાણવા જોઇએ, કારણ કે જેની સાથે સરખામણી ન થઇ શકે તેવા અદ્વિતીય સુખથી ભરપૂર એવી નિવૃતિના તેઓ તા સર્વથા નિષેધ જ કરી રહ્યા છે. એ નાસ્તિક દર્શન છે તે તે અત્યંત અધમ સત્ત્તાએ ચિંતવેલું જણાય છે, જાતે પાપશ્રુત છે અને દુષ્ટ આશયને ઉત્પન્ન કરનાર છે. તેથી ધીર પુરૂષોએ સર્વદા વવા યોગ્ય છે. અને ભાઇ ! પરમાર્થદષ્ટિએ વિચાર કરીએ તે મીમાંસકાને પણ એ નગરી ઇષ્ટ હાય એમ જણાતું નથી; કારણ કે એ બાપડાએ તા સર્વજ્ઞની હયાતી કે શયતાના અનાદર કરીને માત્ર એક વેદનું જ પ્રમાણિકપણું અથવા આધારભૂતઙેાવાપણું સ્વીકાર્યું છે. ૧ આ મુદ્દાપર શ્રીષદ્દર્શન સમુચ્ચયની ટીકામાં બહુ વિસ્તાર છે. જીમાં શ્લાક ૫૧ પરની ટીકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy