________________
૧૦૩૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
તે ‘પ્રકૃતિ”. પ્રકૃતિમાં એ ત્રણે તત્ત્વા તુલ્ય પ્રમાણમાં હાય છે. એ પ્રકૃતિનું બીજું નામ પ્રધાન’ પણ કહેવાય છે.
પ્રકૃતિથી ‘મહાન' ઉત્પન્ન થાય છે તેને બુદ્ધિ' પણ કહેવામાં આવે છે. બુદ્ધિથી ‘અહંકાર’ ઉત્પન્ન થાય છે.
અહંકારથી અગિયાર ઇંદ્રિયા અને પાંચ તન્માત્રા મળી સાળ તત્ત્વા ઉત્પન્ન થાય છે તે આ પ્રમાણેઃ સ્પર્શન એટલે ચામડી, રસન એટલે જિહ્વા, ધ્રાણુ એટલે નાસિકા, ચક્ષુ એટલે આંખા અને શ્રોત્ર એટલે કાન-એ પાંચ બુદ્ધિ ઇંદ્રિયા' કહેવાય છે. વચન, હાથ, પગ, ગુદા અને સ્ત્રી અથવા પુરૂષચિહ્ન એ પાંચ કર્મેન્દ્રિય અને છઠ્ઠું મન એ રીતે અગીઆર થયા તથા તેજ અહંકારથી જ્યારે તેમાં તમનું જોર થાય છે ત્યારે પાંચ તન્માત્રા થાય છે તે સ્પર્શ, રસ, રૂપ, ગન્ધ અને શબ્દલક્ષણ છે.
એ પાંચ તન્માત્રાથી પૃથ્વી વિગેરે ( પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ) પાંચ મહાભૂતા ઉત્પન્ન થાય છે.
આવી રીતે ( પ્રધાન, બુદ્ધિ, અહંકાર, પાંચ બુદ્ધિઇંદ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન, પાંચ તન્માત્રા અને પાંચ મહાભૂત રૂપ) ચાવીશ તત્ત્વરૂપ પ્રકૃતિ છે. તેનાથી જૂદા ‘પુરૂષ' છે, ચૈતન્ય સ્વરૂપ છે, ૫ચીશમું તત્ત્વ છે. જન્મમરણના નિયમ દેખવાથી તથા ધર્મ વિગેરેમાં જૂદા જૂદા પ્રકારની પ્રવૃત્તિ કરનાર હાવાથી તે (પુરૂષ) અનેક છે. શબ્દ વિગેરેના ઉપભોગ માટે પુરૂષ અને પ્રકૃતિના સંયોગ આંધળા અને પાંગળાના સંયોગ સમાન છે. શબ્દાદિની પ્રાપ્તિ થવી તે ઉપભાગ છે. ગુણ અને પુરૂષના આંતર ઉપભાગ છે (?).
(
આ દર્શનમાં પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણ છે. આ પ્રમાણે સાંખ્ય દર્શનની વાત સંક્ષેપમાં કરી.
(૪)
Jain Education International
બોધ.
ભદ્ર! નિવૃતિનગરીના રસ્તાની કલ્પના બૌદ્ધોએ આ પ્રમાણે કરી છેઃ તેઓ કહે છે કે બાર આયતના' છે તે આ પ્રમાણેઃ પાંચ ઇંદ્રિયા, શબ્દ વિગેરે પાંચ (શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શે) મન ધર્માયતન, ધર્મો એટલે સુખ દુઃખ વિગેરે તેનું આયતન એટલે તે શરીર સમજવું.
For Private & Personal Use Only
www.jainelibrary.org