________________
પ્રકરણ ૩૧] વપુરના નિવૃતિમાગ.
૧૦૨૯ સમવાય એ છ પદાર્થના તત્વજ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે. ઉપર જણુંવેલી નિવૃતિનગરી તે આ મેક્ષરૂપ જાણવી.
એ છ પદાર્થો પૈકી દ્રવ્યો નવ જાણવાઃ પૃથ્વી, અપ, તેજ, વાયુ, આકાશ, કાળ, દિશા, આત્મા અને મને.
બીજા પદાર્થ “ગુણના પચીશ પ્રકાર છેઃ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત, ધમૅ, અધમૅ, સંસ્કાર, ગુરૂત્વ, દ્રવત્વ, એહ, વેગ અને શબ્દ.
કમ પાંચ છેઃ ઉલ્લેપણું, અવક્ષેપણું, પ્રસારણ, આકુંચન અને ગમન.
“સામાન્ય બે પ્રકારે છેઃ પર અને અપર. પર છે તે સત્તાલક્ષણ છે અને દ્રવ્યત્વ વિગેરે અપર સામાન્ય છે.
નિત્ય દ્રવ્યમાં (અણુ, આકાશ, કાળ, દિશા, આત્મા અને મનમાં) રહેનાર અંત્ય તે “વિશેષ પદાર્થ જાણવો.
અયુતસિદ્ધ એટલે તંતુમાં રહેલા પટની પેઠે અન્ય આશ્રયમાં નહિ રહેનારા એવા આધારઆધેય ભાવવાળા બે પદાર્થોને પરસ્પરને સંબંધ જે ઈહપ્રત્યયને હેતુ છે તે “સમવાય” નામનો છઠ્ઠો પદાર્થ જાણો.
આ દર્શનમાં પ્રત્યક્ષ અને અનુમાન (લૈંગિક) બે પ્રમાણે માનવામાં આવે છે.
આ પ્રમાણે વૈશેષિક દર્શન ટુંકામાં અર્થ જાણવો.
(૩)
સાંખ્ય સાંખ્યોએ પિતાની બુદ્ધિથી નિવૃતિનગરીને માર્ગ આ પ્રમાણે ક છે–પચીશ તના યથાર્થ જ્ઞાનથી મેક્ષ પ્રાપ્ત થાય છે. તે પચીશ ત આ પ્રમાણે
ગુણે ત્રણ છેઃ સત્વ, રજસ, તમ. તેમાં પસન્નતા, લધુતા, સેહ, અનાસક્તિ, અદ્વેષ અને પ્રીતિ એ સત્વનું કાર્ય જાણવું; તાપ, શક, ભેદ, સ્તંભ, ઉદ્વેગ, ચલચિત્તતા એ રજોગુણનું કાર્ય જાણવું મરણ, સાદન, બીભત્સ, દૈન્ય, ગૌરવ વિગેરે રજોગુણનાં ચિલો જાને સુવાં. એ ત્રણે ગુણેની સામ્યવસ્થા એટલે તુલ્ય પ્રમાણવાળી અવસ્થા
૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org