________________
પ્રકરણ ૨૮] રાક્ષસી દેર અને નિવૃત્તિ.
૧૦૧૩ અને નિરંકુશપણે તેઓ સર્વત્ર ફરતી હોવાથી ત્રણે ભુવનમાં તેઓને રેકવાને કણ શક્તિમાન થઈ શકે?”
પ્રકર્ષ–“ ત્યારે મામા! એ રાક્ષસીઓને દૂર કરવા માટે કે પણ પ્રાણુએ ઉપાય ન જે કરવો?”
વિમર્શ “વત્સ! નિશ્ચયથી જે બરાબર હકીકત જોઈએ તે તે પ્રયત્ન ન જ કરવો જોઈએ, કારણ કે એ રાક્ષસીઓનો દોર જે અવશ્ય થવાનો નિર્માણ થયેલ હોય છે તો તેને રેકવાને કઈ પણ શક્તિમાન થતું નથી અને વિચારશીલ માણસે જે વાત બની શકે તેવી ન હોય તેવી બાબતમાં શા માટે પ્રયત્ન કરવો જોઈએ? એ રાક્ષસીઓ જ્યારે કર્મપરિણામ (કર્મ), કાળપરિણુતિ (સમય), સ્વભાવ,
તિ અને ભાવતવ્યતા વિગેરે સવે સંપૂર્ણ કારણભૂત સામગ્રીના બળ સાથે પ્રવર્તતી હોય છે અને તે જરૂર પ્રવર્તે એવાં સર્વ નિમિત્તો એકઠાં થઈ ગયાં હોય છે ત્યારે એ રાક્ષસીઓને અથવા તે એવાં જ બીજાં કાર્યોને રોકવા માટે કઈ માણસ પ્રયાસ કરે તો તેને પ્રયાસ સિવાય બીજું કાંઈ ફળ મળતું નથી, તેને સ્વાર્થ સરતો નથી અને કામ કાંઈ થતું નથી.” પ્રકર્ષ–“મામા! વળી એ વાતમાં તો એક મોટો સવાલ ઊભો
થયો. તમે જ્યારે એ સાતે રાક્ષસીઓનાં કારણો અને પ્રેરકની વિશિષ્ટતા. પ્રવર્તકે બતાવ્યાં ત્યારે તે પાપોદય, અસાત, નામ
રાજા વિગેરેને પ્રેરક તરીકે બતાવ્યાં હતાં તેમજ તેનાં બાહ્ય કારણે પણ જુદાં જુદાં બતાવ્યાં હતાં અને આપે હમણું છેલ્લા ઉત્તરમાં તે કારણ સામગ્રી તરીકે પ્રવર્તનાર કર્મપરિણુંમ વિગેરે બીજાઓનાં જ નામ આપ્યાં, ત્યારે વાતમાં વળી આમ ફેરફાર કેમ થયે? હું તે વાત બરાબર સમજે નહિ.”
વિમર્શ–“ભાઈ પ્રક! એમાં હકીકતમાં જરાએ ફેરફાર નથી. તને એ રાક્ષસીઓનાં પ્રેરક તરીકે બાહ્ય અને આંતર કારણે અગાઉ મેં જણાવ્યાં હતાં તે ખાસ તે પ્રત્યેકનાં વિશેષ કારણે હતાં અને તેથી તેઓની મુખ્યતા કરીને તેમની હકીકત તને કહી હતી, બાકી પરમાર્થથી વિચાર કરતાં તને સમજાશે કે અગાઉ પણ તને જણાવ્યું હતું તેમ કર્મપરિણામ, કાળપરિણતિ, સ્વભાવ, લોકસ્થિતિ અને ભવિતવ્યતા રૂપ પાંચે કારણેના સમૂહના વ્યાપાર વગર આ દુનિયામાં એક આંખના પલકારે મારવા જેટલું નાનામાં નાનું કામ પણ બની શકતું નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org