________________
પ્રકરણ ૨૮] સાત પિશાચીએ.
૧૦૦૯ પૈસા મેળવવાની લાલચે જુદા જુદા ઉપાય અજમાવે છે અને ધનવાન થવાની આશામાં રાતદિવસ દુઃખી થાય છે, અનેક રીતે ધન મેળવવાના ફાંફાં મારે છે. એ બપડે ધન મેળવવાના અનેક ઉપાય કરે છે ત્યારે પેલો પાપોદય જેમ પવનને સપાટો વાદળાંઓને વિખેરી નાંખે તેમ જોસથી તેના સર્વ પ્રયતોને ઉલટા પાડી નાખે છે એટલે એના પૈસા મેળવવાના સર્વ પ્રયત્નો નિષ્ફળ કરે છે; પછી એ ભાઈશ્રી રડવા બેસે છે, મનમાં વધારે વધારે ખેદ પામે છે, જે પૈસા પેદા કરવા ધાર્યા હતા તે જાણે પોતાના જ હતા એમ માની લઈને તે ન મળતાં શેક કરે છે અને પારકા પૈસા ઉઠાવી લેવાના કે પચાવી પાડવાના પ્રયત્નો આદરે છે. પોતાની પાસે એક ફૂટી બદામ પણ ન હોવાથી કાલે ઘી ક્યાંથી લાવશું? ક્યાંથી તેલ લાવશે? ક્યાંથી અનાજ લાવશું? ક્યાંથી સરપણુ (બળતણું) લાવશું? એ સર્વ લાવવાના પૈસા ક્યાંથી મળશે? એવી કુટુંબચિંતાથી બાપડાને રાત્રીએ જરાએ ઉઘ પણ આવતી નથી. એવી ચિંતાને પરિણામે જેમ તેમ કરીને પૈસા મેળવવા માટે અનેક ન કરવા યોગ્ય કામ કરે છે, પિતે ધમૅકાયે કરવાથી તદ્દન વિમુખ થઈ જાય છે, મનમાં માને છે કે ધર્મ કરવામાં કાંઈ સાર નથી કારણ કે (તેની નજરે) ધર્મે કરનાર દુ:ખી દેખાય છે જ્યારે ધર્મ ન કરનાર સુખી દેખાય છે, પરિણામે લોકોમાં હલકાઈ પામે છે અને તરખલાથી પણ તેની ઓછી કિમત થાય છે. તેમની સ્થિતિ જોઈ હોય તો તેઓ બીજાનું કામકાજ કરનારા, સંદેશ લઈ જનારા લાવનારા, તદ્દન દીન દેખાવવાળા, ભુખથી તદ્દન લેવાઈ ગયેલા હાડપિંજર જેવા, મેલથી ભરપૂર, દેખાવ માત્રથી જ અનેક દુઃખોથી પીડિત આકૃતિ બતાવનારા અને જાણે પ્રત્યક્ષ નારકીના છ હેય તેવા દેખાય છે. આવી રીતે દરિદ્રતા ઐશ્વર્યને હણને પ્રાણીને ભેટે છે ત્યારે તેને જીવતા છતાં મરવા જેવો કરી મૂકે છે. ૭, દુભેચતા,
વત્સ પ્રકર્ષ! તારી પાસે એવી રીતે દરિદ્રતા સંબંધી હકીકત કહી સંભળાવી. હવે સાતમી પિશાચણ દેખાય છે તેનું નામ દુભેગતા છે તેના સંબંધી હકીકત કહી સંભળાવું છું તે પણ સાંભળી લેઃ સદરહુ નામમહારાજાએ પ્રાણુઓમાંના કેઈ કેઈ ઉપર નારાજ થઈને એ દુર્ભગતાને આ ભવચક્રનગરમાં મોકલી આપી છે. દુર્ભગતા એટલે કમનસીબ પણું. એને પ્રેરણું કરનાર કેટલાંક બહારનાં કારણે પણ દેખાય છે. દાખલા તરીકે વિરૂપતા (ખરાબ રૂપપણું), ખરાબ સ્વભાવ, ખરાબ કર્મો અને ખરાબ વચનથી કમનસીબીપણું થતું દેખાય છે, પણ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org