________________
૧૦૦૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. નારાં હોય એટલે જેથી ધનની હાનિ થતી હોય એ સર્વ દરિદ્રતાને પ્રેરણું કરનાર હેતુઓ તારે સમજવા, પરંતુ તત્વદષ્ટિથી વિચારવામાં આવશે તે પાપોદય નામનો સેનાપતિ અંતરાય નામના રાજાને લઈને એ સર્વને અમલમાં મૂકે છે અને દરિદ્રતાનું વાસ્તવિક કારણ એ પાપોદય જ છે. હવે એ દરિદ્રતા પ્રાણીની કેવી સ્થિતિ કરે છે તે તારે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. એ પ્રાણીને ધનની ગંધ પણ જેને ન હોય તેવો નિર્ધન બનાવી દે છે અને આગળ ઉપર ધનના ઢગલા પિતાને મળશે એવી ખોટી આશાના પાશમાં નાંખી મૂઢ બબુચક જે બનાવે છે. એ દરિદ્રતાના પરિવારમાં દીનતા, પરિભાવ ( તિરસ્કાર, અનાદર), મૂઢતા, 'અતિસંતતિ હોવાપણું, હૃદયની ઓછપ (નબળાઈ–પાછા પડી જવાપણું), ભિક્ષા માગણી, લાભ (પ્રાપ્તિ)ને અભાવ, ખરાબ ઈચ્છાઓ, ભૂખ, અત્યંત સંતાપ, કુટુંબીઓની વેદના પીડા કકળાટ વિગેરે હોય છે એટલે જ્યાં દરિદ્રતા રાક્ષસી આવે છે ત્યાં તેની સાથે દીનતા, ભિક્ષા અને ભુખ સાથે જ આવે છે. “હવે એક બીજી વાત કહું. કર્મપરિણુમ રાજાના બીજા સેના
પતિ પુણોદયે આ દુનિયામાં પિતાની તરફથી એક ઐશ્વર્ય. ઐશ્વર્ય નામને ઉત્તમ માણસ જે લોકેને અત્યંત
આહાદ કરાવનારે છે તેને મોકલી આપેલ છે. એ ઐશ્વર્યની સાથે સારાપણું–ભલમનસાઈ, ઘણેજ હર્ષ, હૃદયને વિશાળ ભાવ, ગૌરવ, સર્વજનપ્રિયપણું, લલિતપણું, મટી શુભ ઈચ્છાએ વિગેરે આવે છે અને એ પ્રાણને ઘણું પૈસાના સમૂહથી ભરપૂર કરી દે છે, જન સમૂહમાં તેને માટે બનાવે છે, સુખી બનાવે છે, લેકમાન્ય બનાવે છે અને એ સર્વ સુંદર પરિસ્થિતિ એશ્વર્ય લીલામાત્રમાં કરે છે. દરિદ્રતા પિતાના પરિવાર સાથે આવવાની ઈચ્છા કરે છે ત્યારે આ ઐશ્વર્ય નામના આહ્વાદ કરાવનાર નત્તમને મૂળથી ઉખેડી નાખવાની ચતુરાઈ ધરાવે છે, કારણ કે દરિદ્રતા અને ઐશ્વે બન્ને એક જગાએ એકી સાથે ઘડિવાર પણ ટકી શકતા નથી, રહી શકતા નથી અને ઐશ્વર્ય પેલી દરિદ્રતાના ત્રાસથી નાસીને દૂર ભાગી જાય છે. આવી રીતે ઐશ્વર્યાને દૂર કાઢ્યા પછી પ્રાણી તદ્દન સંપત્તિ વગરનો થઈ જાય છે, દુ:ખથી ભરપૂર થઈ જાય છે અને તદ્દન વિકળ મનવાળો થઈને ઘણે નાસીપાસ થઈ જાય છે અને આગળ જતાં ધન મળશે એવી ખાટી આશાના પાશથી બંધાઈને થોડા ઘણા
૧ અતિસંતતિઃ બહુ છોકરાં એ દરિદ્રતાની નિશાની છે. અન્યત્ર પણ આવા વિચારે નીતિજ્ઞ બતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org