________________
પ્રકરણ ૨૮ ] સાત પિશાચીઓ.
૧૦૦૧ બીજી પિશાચીઓને પિતાની સહાયમાં મોટે પરિવાર રાખવે પડે છે ત્યારે આ મૃતિબાઈ તો પોતાની સાથે પરિવારમાં કેઈને રાખતી જ નથી અને પરિવારની તેને દરકાર કે જરૂ૨ પણ રહેતી નથી, કારણ કે એ એવી જબરી છે કે તદ્દન એકલી હોય તે પણ પિતાના સર્વ કામને પહોંચી વળી શકે તેવી છે. એ પિશાચી એકલી તીવ્ર શક્તિથી બધું કામ પાર પાડી લે છે; એનું કારણ એ છે કે એના નામ માત્રથી સ્થાવર અને જંગમ ત્રણે ભુવનના લેકે અને ખુદ દેવેંદ્ર અને ચક્રવતી પણ મનમાં થરથરી જાય છે અને ધ્રુજી ઊઠે છે, મોટી મોટી શક્તિ, બળ અને ત્રણ ભુવનપ્રસિદ્ધ ક્ષાત્ર તેજવાળા મોટા રાજા રાણુ કે શેઠે પણ તેનું નજીકમાં નામ સાંભળે ત્યાં તે બીકથી તદ્દન કાયર બની જાય છે. આવો જ્યાં તેને પિતાનો દેર ચાલતો હોય ત્યાં પછી એને પરિવારની શી જરૂર પડે? તે તો દુનિયામાં સંભળાતાં અત્યંત અભુત કાર્યો છેટે રહીને પણ તદ્દન એકાકી હેઈને કરી શકે છે અને તે પ્રમાણે હોવાથી જેસથી પોતાનું કામ કરનારી આ પિશાચણી પોતાના ઐશ્વર્યના ઠાઠમાં પોતાની મરજીમાં આવે ત્યાં વિચરે છે, હરે છે, ફરે છે, પિતાનો દર બરાબર સર્વત્ર ચલાવે છે અને તેમ કરવામાં કેદની જરા પણ અપેક્ષા રાખતી નથી, કેઇની દરકાર કરતી નથી. ભવચકનગરમાં રહેનાર કે પણું પ્રાણી પછી ભલે તે મોટો ચક્રવતી શેઠ કે રાજા હોય અથવા તદ્દન ભીખારી હોય, ગમે તે અવસ્થામાં ઘરડો થયેલ હોય અથવા તદ્દન જુવાન હોય, ગમે તો મેટ બળીઓ હોય અથવા તદ્દન દુબળો દમલેલ હોય, ગમે તે મોટો બહાદુર હોય અથવા દયા ઉપજાવે તેવો હોય, ગમે તે આનંદલીલા કરતો હોય અથવા મોટી આપત્તિમાં આવી પડેલો હોય, ગમે તો સગો ભાઈ હોય અથવા મોટો દુમન હોય, ગમે તો જંગલમાં તપ કરનાર તાપસ હોય અથવા તે સંસારી ગૃહસ્થ હોય, ગમે તો સરખે ભલે લાયક પ્રાણી હોય અથવા તે સરખાઈ વગરનો ગોટાળીઓ પ્રાણું હેય-ટુંકામાં કહીએ તો ગમે તેવી અવસ્થામાં રહેનારે અથવા રહેલ ભવચક્રનો પ્રાણી હેય તેના ઉપર તે પિતાને દર બરાબર ચલાવે છે. “ઉપર જણાવેલ આયુ રાજાની એક જીવિકા નામની બહુ સારી
સ્ત્રી છે, તે આયુરાજની અંગભૂત છે, તેના મય છે જીવિકા. અને તે ઘણી સારી રીતે જાણીતી થયેલી છે.
એ જીવિકા લોકોને આનંદ આપવામાં અને રાજી કરવામાં ઘણી કુશળ છે અને તે કામ તે દરરેજ બજાવતી રહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org