________________
૧૦૦૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. ૩. મૃતિ,
આવી રીતે ભાઈ! મેં તારી પાસે સજા નામની બીજી ભયંકર દેખાવવાળી પિશાચીનું વર્ણન સંક્ષેપમાં કર્યું, ત્યાર પછી ત્રીજી દારૂણ દેખાવની સ્ત્રી જેનું નામ મૃતિ (મરણ–મૃત્યુ) છે અને જેણે પિતાના પગ તળે આખા ભવચકને કચરી નાખેલું- દાબી દીધેલું છે તેની હકીકત તને કાંઈક કહી સંભળાવું એટલે તે કોણ છે એ પણ તારા સમજવામાં આવી જાય. તને યાદ હશે કે ચિત્તવિક્ષેપ મંડપમાં મેં તને સાત રાજાએ બતાવ્યા હતા તેમાં એક આયુ નામનો રાજા હતો અને તેની સાથે ચાર માણસનો પરિવાર હતો. એ આયુ રાજાને ક્ષય (તક્ષય) એ આ મૃતિને પ્રવર્તાવનાર છે. આ સ્મૃતિ અથવા મૃત્યુ બહારનાં સંકડે કારણેને લઈને પ્રવર્તિ છે એ વાત ખરી છે દાખલા તરીકે ઝેર ખાવાથી, અગ્નિ લાગવાથી, શસ્ત્ર (હથિયાર) વાગવાથી, પાણીના પુરમાં ડૂબવાથી, મોટા પવૅતપરથી ભેરવજવ ખાવાથી, મોટી બીક લાગી જવાથી, અત્યંત ભુખ લાગવાથી, મોટા વ્યાધિને ભાગ થઈ જવાથી, ઝેરી સર્પના કરડવાથી, હાથીના પગતળે કચરાવાથી, ઘણી તરસ લાગવાથી, અત્યંત સાપ્ત ઠંડી લાગવાથી, અસહ્ય ગરમી થઈ જવાથી અથવા હુંકાઈ જવાથી, ઘણે ભારે શ્રમ કરવાથી, ઘણી વેદના થઈ આવવાથી, ઘણે આહાર કરવાને પરિણામે સખ્ત અપચો થઈ જવાથી, લાંબા વખત સુધી દુર્ધાન થઈ જવાથી, થાંભલા ભીંત વિગેરે સાથે અફળાવાથી, અત્યંત મોટો ભ્રમ થઈ જવાથી, શ્વાસોશ્વાસ ગુદામળ અથવા પવનના એકદમ અટકી જવાથી અથવા તેવાં તેવાં બીજાં અનેક કારણોથી મરણ આવતું જણાય છે, પરંતુ એ સર્વને પ્રેરણું કરનાર, એ બહારનાં કારણોને એકઠાં કરી આપનાર તો તે આયુરાજનો ક્ષય જ હોય છે. તેટલા ઉપરથી તારા સમજવામાં આવ્યું હશે કે એ આયુને ક્ષય એ મૃતિ પ્રવર્તાવનાર છે. હવે એ મૃતિમાં શક્તિ કેટલી છે તે કહું છું તે સાંભળઃ એ પ્રાણુઓના શ્વાસોશ્વાસને લઈ લે છે, હરી લે છે, બંધ કરી દે છે, તેમની ભાષાને બંધ કરી દે છે, તેઓની સર્વ ચેષ્ટાઓ અને હીલચાલ અટકાવી દે છે, તેઓના લોહીનું પાણી કરી મૂકે છે, તેઓનાં શરીર અને મહીં તદ્દન વિકારવાળાં બનાવી દે છે અને તદ્દન લાકડા જેવાં બનાવી દે છે, વળી તે પ્રાણીનાં શરીરને થોડીવારમાં દુર્ગધથી ભરપૂર કરી મૂકે છે અને પ્રાણુને દીર્ધ નિદ્રામાં સુવાડી દે છે.
૧ જુએ પૃ. ૮૯૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org