________________
પ્રકરણ ૨૬ ]
હર્ષ-વિષાદ.
૮૩
નાચે છે અને હાથે કરીને નકામા હેરાન હેરાન થાય છે. તું જે તા ખરા, એ લોકોએ ધનદત્તના આગમનના સમાચાર સાંભળ્યા ત્યારે જેવા તેઓ હર્ષમાં આવી ગયા હતા, તેવાજ જ્યારે તેઓએ વર્ધનની આપત્તિના સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ દીલગીરીમાં આવી ગયા છે. એ બાપડા હર્ષ અને વિષાદથી વારંવાર અનેક જાતની પીડા અને હેરાનગતિ પામ્યા જ કરે છે કે જેથી એમને વિચાર કરવાના કે પેાતાની અક્કલને ઉપયોગ કરવાનેા સમય પણ મળી શકતા નથી. એ તે આપડાએ હર્ષ અને વિષાદને વશ પડીને વસ્તુતત્ત્વની જરા પણ વિચારણા કરતા નથી તેમજ પેાતાને દરેક બાબતથી હિત કેટલું ચશે અને નુકશાન કેટલું થશે તેને ખ્યાલ પણ કરતા નથી અને નકામા પોતાની જાતને વિડંબના પમાડ્યા કરે છે. ભાઈ પ્રકર્ષ ! તને એક બીજી વાત કહું: આ હર્ષ અને વિષાદ વાસવશેઠના ઘરમાં જ આવું નાટક કરાવી રહ્યા છે એમ તારે ન ધારવું. એ તે એવા જખરા છે કે એક કે બીજું કારણ મેળવીને દરરોજ લોકોને ઘરે ઘરે નચાવ્યા જ કરે છે. કારણ કે અજ્ઞ પ્રાણીએ જેએની નજર
'
።
ઘણી ટુંકી હેાય છે તેએ પુત્રને પ્રાપ્ત કરીને, રાજ્ય મેળવીને, ધન એકઠું કરીને, મિત્રને મળીને અથવા એવા બીજા સુખના “ કારણને પ્રાપ્ત કરીને એને વશ થઇ જાય છે, પછી સમુદ્ધિ વગરના “ થઇને અને હર્ષને પરવશ પડીને એ માણસે એવાં એવાં આ
"C
ચરણા અને ચેષ્ટાઓ કરે છે કે વિવેકી માણસા તા તેને જોઇને “કે વિચારીને મનમાં હસ્યા જ કરે છે; પરંતુ એ મૂઢ માણસા વિ“ ચારી શકતા નથી કે પુત્ર, રાજ્ય, ધન, મિત્ર કે શ્રીજી સુખ આપે “ તેવી વસ્તુએ તેમને મળી છે તેનું કારણ માત્ર પૂર્વ જન્મમાં ። કરેલી સારી કરણી જ છે. અને જમે કરેલ પુંજીના જ આ વ્યય
tr
'
છે; તેા પછી એવી રીતે કર્મ ઉપર આધાર રાખનાર, અત્યંત તુચ્છ, તદ્દન બાહ્ય અને થોડા વખતમાં પાછી નાશ પામી જનાર “ કાઇ સાધારણ વસ્તુ કે સ્નેહી મળી જાય તે એમાં હર્ષ તે શેને “ કરવા? આવા વિચાર તે બાપડા રાગકેસરીના સેનાની હર્ષને
*
વશ પડીને કરતા નથી. તેમજ પેાતાના કોઇ પ્રેમી પાત્ર સાથે “વિચાગ થઈ જાય અથવા પેાતાને જે પસંદ ન હેાય તેની સાથે “ સંયોગ થઇ જાય અથવા તે પેાતાને કે પેાતાના સ્નેહીને કાંઇ “ વ્યાધિ થઇ આવે તેા તરત વિષાદને વરા પડી જાય છે અને તે “ વખતે તે મૂઢ પ્રાણીએ વિષાદની અસર તળે મોટેથી રડવા ફૂટવા “ મંડી જાય છે, મનમાં સંતાપ પામે છે અને જાણે ગરીબ રાંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org