________________
૯૮ર
ઉપમિતિ ભવપ્રપંચ કથા. પિતાનો તથા સર્વને વિય કરવામાં ઘણેજ તત્પર હતો. એને એક વખત પોતાનું જાતિપરાક્રમ કરી પૈસા ઉપાર્જન કરવાની મરજી થઈ, બાપના પૈસા ઉપર રાચવા માગવાનું પસંદ આવ્યું નહિ અને પિતાએ તેને ઘણે વાર્યો તો પણ આખરે એક મેટ સાથે તૈયાર કરીને પૈસા કમાવા માટે દેશાંતર ગયે. એ વાતને ઘણે વખત થઈ ગયે. ત્યાર પછી એ પરદેશમાં ઘણું ધન કમાયે અને જ્યારે એની ઈચ્છા તૃપ્ત થઈ ત્યારે તે સ્વદેશ તરફ આવવા માટે નીકળ્યો. પાછા આવતાં વચ્ચે 'કાદંબરી નામની મોટી અટવિ આવી તેમાં તેને ચારેએ પકડ્યો. ચારો તેનું સર્વ ધન લુંટી ગયા, એના સર્વ સંબંધીઓ સાથે આખા સાથેને હટાવી દીધો અને ધન લુંટવાની ઇચ્છાવાળા ચારોએ રસર્વને પકડી પાડ્યા અને બાંધી લીધા-બંદીવાન કર્યા. એવી રીતે આખા સાથેને પકડ્યો તેની સાથે ધનના અથી ચોરોએ શેઠના પુત્ર વધનને પણ પકડ્યો. એ શેઠના પુત્રને પકડીને તેઓ એને પોતાની પદ્ધિમાં લઈ ગયા અને ત્યાં તેને અનેક પ્રકારનાં દુઃખ આપીને ધનની ઈચ્છાથી હેરાન હેરાન કરી નાખ્યો અને બહુ પીડાઓ આપી. આ પુરૂષ જે હાલ મુસાફર તરીકે અહીં આવ્યું છે તે તેના ઘરને દાસ છે, શેઠના નિરંતર પગ દેનાર છે, નિમકહલાલ છે અને તેનું નામ લંબનક છે. પિતાના શેઠને ચાર તરફથી થયેલ ભયંકર પીડાઓ જોઈને ગમે તેમ કરીને એ નાસી છૂટયો અને તેણે ઘેર આવીને સર્વ હકીકત શેઠને એકાંતમાં નિવેદન કરી. એણે જ્યારે વાસવ શેઠને એ હકીકત જણાવી ત્યારે તેના શરીરમાં અને મનમાં કેવા કેવા ફેરફાર થયા અને આનંદને બદલે મૂછ આવી ગઈ વિગેરે સર્વ હકીકત ભાઈ પ્રકર્ષ! તેં તારી નજરે હમણું જ જોઈ છે.”
પ્રકર્ષ—“મામા! ત્યારે આ લેકે આટલા બધા રડે છે, મેરેથી ફૂટે છે અને કકળાટ કરે છે તેથી પેલા વર્ધનનો કાંઈ બચાવ થવાને કે?” વિમર્શ–“ના રે ભાઈ! આ લેકે ગમે તેટલું રડે, કુટે કે માથાં
પછાડે, એમાં વર્ધનને કાંઈ લાભ થવાનો સંભવ જ પરિણામ વગર નથી અને એ લેકે જાણે છે પણ ખરા કે તેઓ ને હર્ષ વિષાદ. ગમે તેટલા રડે ફૂટે તેથી પુત્રની સ્થિતિમાં તલના
ફતરાના ત્રીજા ભાગ જેટલું પણ ફેરફાર થવાનો નથી, છતાં એ લોકોને તે વિષાદ જેમ નચાવે છે તેમ તેઓ સર્વે
૧ કદંબ-સરસવનાં ઝાડો જેમાં ઘણાં હોય તેને કાદંબરી અટવિ સામાન્ય રીતે કહેવાય છે; અથવા કોકીલ પક્ષીવાળી અટવિ, ૨ ચેરનું ગુપ્ત રહેઠાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org