________________
પ્રકરણ ૨૬ ] હર્ષ-વિષાદ.
૯૭૮ પણ વાવશેઠના શરીરમાં અને તેના આખા કુટુંબમાં દાખલ થયો જેને પરિણામે એ વાસવશેઠનું ઘર આનંદ મહોત્સવનું સ્થાન થઈ ગયું. પિતાના મિત્રને મળવાના હર્ષમાં તેણે પોતાના સર્વ ભાઈઓને એકઠા કર્યા અને મેટો મહોત્સવ આદર્યો. પછી તે ત્યાં નાચ થવા માંહ્યા, ગાયક ગાન કરવા મંડી ગયા અને આનંદનાં વાજાઓ અને ઢેલ તાંસાઓ ચારે બાજુએ વાગવા માંડ્યાં, ધનદત્તમિત્ર ઘણું વર્ષે મને તેના આનંદમાં વાસવશેઠના ઘરમાં આનંદ પ્રસરી રહ્યો, એના કુટુંબના સર્વ માણસેએ ઉત્તમ આભૂષણો અને ઉજજવળ વેષ ધારણ કર્યા, હર્ષ ઉત્પન્ન કરે તેવું સુંદર ભજન સર્વને આપવામાં આવ્યું અને ધનદત્તના સમાગમથી આનંદ અને સુખ સર્વત્ર થઈ રહ્યું. એક ક્ષણમાત્રમાં આટલો બધો આનંદકલ્લોલ થઈ જવાથી બુદ્ધિદેવીના પુત્ર(પ્રકર્ષ)ના મનમાં તે ઘણું વિસ્મય ઉત્પન્ન થયું અને તેને જે જે નવી નવી બાબત જોવાનું કૌતુક થયા કરતું હતું તે બરાબર પૂરું થયું અને તેને મનમાં સંતોષ થયે કે નવું નવું જોવાનું તે મળ્યા જ કરે છે. પછી એ કૌતુકમિશ્ર આનંદમાં આવી તેણે મામાને કહ્યું, “મામા ! આ વાસવશેઠનું ઘર હર્ષકલ્લોલમાં થનગનાટ કરી રહ્યું છે અને મોટી ધમાલમાં પડી ગયું છે તેવા પ્રકારનું નાટક શું પેલા હર્ષ કર્યું છે કે?” ભામાએ શાંતિથી જવાબ આપે “ભાઈ ! તે જે નિર્ણય કર્યો છે તે તદ્દન સાચો છે. જ્યારે કારણ વગર કોઈ પણ જગ્યાએ એકદમ આવે આનંદદાયી પ્રસંગ આવી પડે છે ત્યારે સમજવું કે તેનું કારણ હર્ષ જ છે, વિષાદ
આ પ્રમાણે આનંદ કāલ અને ધમાલ વાસવશેઠના ઘરમાં મચી રહ્યાં હતાં તે વખતે તેના ઘરના બારણામાં અત્યંત ભયંકર આકૃતિવાળે એક તદન કાળ માણસ દાખલ થતું હોય એમ પ્રકર્ષના જવામાં આવ્યું. એને જોઈને પ્રકર્ષે મામાને પૂછયું “મામા! આ અત્યંત અધમ પુરૂષ વળી કેણું આવી પહોંચ્યો ?”
વિમર્શ જવાબમાં કહ્યું “ભાઈ ! એ તે શકનો ખાસ દોસ્તદાર વિષાદ નામને અત્યંત આકરો અને ભયંકર પુરૂષ છે. તું જે, પેલે દૂર એક મુસાફર ચાલ્યો આવે છે તે આ વાસવશેઠના ઘરમાં પેસવાને છે અને જે એ મુસાફર જે ઘણે દૂરથી ચાલીને અહીં આવ્યો
૧ વિવાદને અનાઉમેરી. હર્ષથી ઉલટે શોક-દીલગીરીને પ્રસંગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org