________________
वसत
પ્રકરણ ૨૧] વસંતરાજ-લાક્ષ.
દર૫ કલેકો આનંદમાં આવી જઈ એક બીજાને પગે પડે છે, અહીં તહીં અફળાય છે, દારૂ પીએ છે, ગાયને ગાય છે, સ્ત્રીઓનાં વદનકમળને ચુંબન કરે છે, અનેક પ્રકારનાં ચાળા અને વિચિત્ર ચેષ્ટાઓ કરે છે. અરસ્પરસ એક બીજાની બિભત્સ મશ્કરી કરે છે, તાલપૂર્વક શબદો બોલતાં મદમાં આવી જઈને નાચ કરે છે, બીજા વળી
ત્યાં ત્યાં આળોટે છે, વળી કેટલાક સુરાપાનથી દુર્ણયમાન આંખવાળા ઢોલકી અને વાંસળીના અવાજથી વિકાર બતાવે છે, પોતાના વડિલની આબરૂના ગર્વથી ભરપૂર કેટલાક માણસો લોકમાં ધન વહેંચે છે, દાન આપતા જણાય છે અને કેટલાક તે પહેળા પગ કરી ઉતાવળી ચાલે અહીંથી તહીં કાંઈ પણ કારણ વગર ભટક્યા કરે છે. જાણે આનંદમાં આવી જઈ લહેર કરતા હોય અને બીજી કોઈ પણ વાતની ચિંતા જ ન હોય તેવા સર્વ લેકે દેખાય છે.”
આવી રીતે દારૂ પીવાનાં સ્થાનને મામાજી પોતાના ભાણેજને બતાવી રહ્યા હતા અને તેમાં ભાગ લેનારા લેકેનું વર્ણન કરી રહ્યા હતા તે વખતે પ્રકની નજર જે સાધારણ રીતે જ કમળપત્રમાં વિલાસ કરવાની ટેવવાળી હતી તે મોગરાના વેલાના બનાવેલા મંડ૫૫૨ પડી એટલે તેણે મામાશ્રીને કહ્યું “મામા! આ પાનગોષ્ટિ ( દારૂ પીનારાની મંડળી) તે વળી તમે બતાવી તે કરતાં પણ વધારે વિલાસ કરી રહેલ છે.”
વિમર્શ મામાએ કહ્યું, “વસન્તરસમય નજીક આવવાથી હર્ષ પામેલા નગરવાસીઓ આવી રીતે અનેક પ્રકારની પાનગોષ્ટિ કરે છે તે આ સમયમાં ભવચકનગરમાં ઘણી જગ્યાએ મળી આવશે. આ વખતમાં જૂદા જુદા લેકે એકઠા થઈ અનેક જગ્યાએ પાનગોષ્ટિ કર્યા કરે છે. તું પેલી ચંપાની હાર જઈશ, દ્રાક્ષના વેલાઓના મંડપ દેખીશ, સેવતીનાં ઝાડના ઊંડા વનવિભાગો વિકીશ, મોગરાનાં ઝાડનાં સમૂહનું નિરીક્ષણ કરીશ, રાતાં અશોક વૃક્ષેની ઘટાઓ અવલેકીશ અથવા બકુલનાં ઝાડોના ગહનભાગો સાક્ષાત કરીશ તે તને એ હકીકતની પ્રતીતિ થશે; તેમને એક પણ ભાગ તારા જોવામાં એ નહિ આવે કે જ્યાં વિલાસ કરતી યુવાન સ્ત્રીઓનાં ટેળાંથી પરિવરેલા ધનવાન નાગરિકોએ જમાવેલ પાનગોષ્ટિ થતી ન હોય, ને એવી એક પણ જગ્યા આ નગર બહારના ઉદ્યાનમાં તારા જેવામાં આવે કે જ્યાં પાનગોષ્ટિ ન થતી હોય તે તારે મારાં અન્ય
૧ દારૂ-મદ્યપાનની અસરનું આબેહુબ વર્ણન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org