________________
૯૨૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ सुरभिनीरजगन्धसुवासितैः, सुवनितावदनाम्बुरुहार्पितैः। विविधमद्यरसैर्मुखपेशलैः, कृतमिदं तदहो मदनिर्भरम् ॥
લોકો વિકાસ પામતાં આંબાઓનાં મોટાં વનમાં આસક્ત થઈને તેમજ કુરબક નામનાં ઝાડામાં લુપ થઇને અને મલય (દક્ષિણદિશાના) દેશના પવનમાં આનંદ માનીને નિરંતર વનમાં અને ઉઘાનોમાં ભ્રમણ કર્યા જાય છે અને પોતાને ઘરે પાછા જતા નથી. ભાઈ! સુંદર આંબાના વૃક્ષની હાર વચ્ચે આવી રહેલા આ કદંબ વૃક્ષને તે તું જો! એની ફરતા સેંકડે નગરવાસી જન ફરી વળેલા છે, અને દારૂ અને આસવ પાનારા અને પીનારાને તે અનેક પ્રકારનાં વિલાસો કરાવી રહેલ છે. રતના બનાવેલાં સુંદર મૂલ્યવાન્ વાસણમાં રાખેલ, પ્રેમથી સુસંસ્કારિત થયેલા માણસેએ સન્મુખ કરેલ, વહાલી પ્રિયતમાના સુંદર હોઠ લાગવાથી પવિત્ર થયેલ, મધના પાત્રમાં રહેલ રોનાં કિરણથી વિરાજિત થયેલ, સુગંધી કમળની આકર્ષક ગંધથી સુવાસિત થયેલ અને સુંદર રમણીય પતીના વદનકમળથી અર્પણ થયેલ, તેમજ મુખને ઘણું સ્વાદિષ્ટ બનાવનાર જુદા જુદા પ્રકારના મધ-સુરાના રસથી એ કદંબ વૃક્ષને મદથી ભરપૂર કરી દે છે.
અને ભાઈ પ્રકર્ષ! આ સુરાપાન ગણિમાં લેકે કેવો વિલાસ માની રહ્યા છે તે તો જો!
पतन्ति पादेषु लुठन्ति मोदिताः पिबन्ति मद्यानि रणन्ति गायनाः। रसन्ति वाम्बुरुहाणि योषिता
मनेकचाटूनि च कुर्वते जनाः॥ वदन्ति गुह्यानि सशब्दतालकं, मदेन 'दृप्यन्ति लुठन्ति चापरे। विघूर्णमानैर्नयनैस्तथापरे, मृदङ्गवंशध्वनिना विकुर्वते ॥
स्वपूर्वजोल्लासनगर्वनिर्भरा, धनानि यच्छन्ति जनाय चापरे । भ्रमन्ति चान्ये विततैः पदक्रमै
रितस्ततो यान्ति विना प्रयोजनम् ॥ ૧ આ સર્વ દારૂ-મધના વિશેષણ છે. 2 A drinking party, ૩ આ ત્રણે શ્લોકમાં ‘વંશસ્થ” છંદ છે. ૪ ઇતિ સાહિતાઃ પાઠાંતર, તેને મદમાં આવીને બોલે છે એવો અર્થ થાય છે, ૫ નૃત્યકિત પાઠાંતર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org