________________
૨૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
તે
હતાં તેની આંખેામાંથી નીકળતાં પાણીરૂપ જળવડે જાણે તે ઋતુ રડતી હાય તેમ લાગતું હતું; શુક અને સારિકાઓના કલકલ મધુર ધ્વનિરૂપ પ્રગટ અક્ષરાવડે જાણે પાઠ કરતી હોય તેમ જણાતું હતું; મધુના બિન્દુઓના સ્વાદ લેવાથી આનંદમાં આવી ગયેલ મસ્ત ભ્રમરોના ગણગણાટથી ચારે તરફ અવાજ કરતી હાવાથી જાણે રતિબંધ (ઉત્કંઠ) યુક્ત હોય અથવા ઉત્સાહવાળી થયેલી હોય એવી દેખાતી હતી. ' इति नर्तनरोदनगानपरः पवनेरित पुष्पजधूलिधरः । स वसन्तऋतुर्ग्रहरूपकरः, कलितो नगरोपवनान्तचरः ॥
એવી રીતે નર્તન રેાદન ગાન આદિ નવ ભાવામાં વસંતઋતુ પરાયણ થઇ ગઇ છે તેથી જાણે (નવ) ગ્રહેા રૂપ તેના નવ હાથે હાય તેવી દેખાય છે, પવનથી ફૂલામાં રહેલ સુગંધી પરાગને ચારે તરફ ફેલાવી રહી છે અને ઘણી સુંદર રીતે નગરમાં અને નગરની બહાર ઉપવન-ઉદ્યાનામાં વિસ્તરી રહી છે.” પછી વિમર્શે મામાએ કહ્યું “ ભાઈ પ્રકર્ષ! તને ભવચક્રનગર જોવાનું કુતૂહળ અરાબર ચાગ્ય વખતે થયું છે કારણ કે આ નગરનું સુંદરમાં સુંદર સ્વરૂપ આ ઋ તુમાં જ દેખાય છે, માટે એની સર્વ સૌંદર્યલીલા જોવાના આ ખરાખર વખત છે. જો! નગર બહારના બગીચાઓમાં લહેર કરવાને નીકળી પડેલા આ નગરવાસી જનેાની કેવી અવસ્થા વર્તે છે!
सन्तानकवनेषु परिमुह्यति धावति बकुलवृक्षके, विकसित माधवीषु धृतिमेति विलुभ्यति सिन्दुवारके । पाटलपल्लवेषु न च तृप्यति नूनमशोकपादपे, चूतवनेषु याति चन्दनतरुगहनमथावगाहते ॥
લેાક સંતાનક નામના વૃક્ષાનાં વનેમાં માહી રહ્યા છે, અકુલવૃક્ષ તરફ દોડે છે, વિકવર થયેલા મેાગરામાં શાંતિ પ્રાપ્ત કરે છે,
૧ વસંતઋતુમાં નવ ભાવ બતાવ્યા તે સર્વ કામદેવના કલહપ્રપંચેા છે. નવ ભાવે। આ છે: નર્તન, ગાન, તર્જન, આકર ( બેલાવવું તે ), પ્રણમન, હસન, રૂદન, પઠન, ઉત્કંઠ ( રતિબંધ ). આ સર્વ ભાવેા ગદ્ય વર્ણનમાં આવી ગયા.
૨ ત્રાટક' છંદ.
૩ નર્તન વિગેરે નવ માટે જીએ ઉપરની નેટ નં. ૧. આ નવ કાર્યરૂપ નવ હાથની કલ્પના કવિએ કરી છે. ગ્રહના અર્થ ગાંડો માણસ' એમ પણ થાય છે.
૪ આના દરેક પાદમાં ૨૮ માત્રા છે.
૫. ઇંદ્રની અમરાવતીમાં આવેલું એક જાતનું વૃક્ષવિશેષ, એને કલ્પવૃક્ષ પણ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org