________________
પ્રકરણ ૨૦] ભવચક્ર નગરને માર્ગે. પાર્જત હોઈ ક્રમસર તેઓ પાસે આવેલ છે કે તે રાજ્યો કઈ બીજાનાં છે અને આ લોકોએ જબરાઈથી પચાવી પાડ્યાં છે?” વિમર્શ–“ભાઈ પ્રકઉં! એ કાંઈ એ લેકેના બાપદાદાનું
રાજ્ય નથી અને એ તેમની પાસે કમસર આવેલું બળાત્કારથી પણ નથી; એ તો પારકું રાજ્ય છે અને એ લોકેએ રાન બન્યા. બળાત્કારથી પચાવી પાડેલ છે. કારણ કે જ્યાં સુધી
પ્રાણી કર્મથી આવૃત્ત હોય છે અને તેથી જ્યાં સુધી બહિરંગ પ્રદેશમાં રહેતો હોય છે ત્યાં સુધી મેં તને અગાઉ જણાવેલ છે તેમ તે સંસારીજીવ કહેવાય છે. એવા પ્રાણીની ચિત્તવૃત્તિરૂપ મહા અટવીમાંથી એને બહાર કાઢી મૂકી તે અટવીનું રાજ્ય ખુંચવી લઈને પોતાની શક્તિથી એ લેકે તે અટવીપર રાજ્ય કરે છે.”
પ્રકર્ષ–“એવી રીતે પારકા રાજ્યને પચાવી પાડ્યાને કેટલો વખત થયો? તે મામા ! મને સાથે સાથે જણાવી દો.” વિમર્શ “ભાઈ ! એ રાજ્ય બન્ને રાજાઓએ ક્યારે લીધું તેની
શરૂઆત (આદિ ) હું જાણતો નથી, પણ એ બાપચાવી પાડ- બાતમાં મુદ્દાની અંદરની હકીકત શું છે તે હું તને વાનો સમય. બરાબર સમજાવું એટલે તારા મનમાં જે સંશય છે
તે તદ્દન દૂર થઈ જશે. હકીકત એમ છે કે કર્મપરિણામ રાજા છે તે હમેશાં કેટલાકને કાંઈ આપે છે અને વળી કેટલાકને કાંઈ આપ્યું હોય તે તેની પાસેથી ખુંચવી લે છે એવો તેનો સ્વભાવ છે, તેના સર્વ સામતના મુગટે તેના પગ આગળ નમન કરી રહેલા છે અને તે એવા સારા સંયોગોમાં સ્થિત થયેલ છે કે તેના પ્રભાવમાત્રથી તેનાં સર્વ કાર્યનો વિસ્તાર સિદ્ધ થઈ જાય છે. તે રાજાધિરાજ છે, મોટો રાજા છે અને રાજ્યસિંહાસનનો માલીક છે. હવે આ જે મહામોહ મહારાજા કહેવાય છે તે તેના સૈન્યનું બરાબર રક્ષણ કરનાર અને સંભાળ લેનાર છે, તેણે આપેલ ખાનગી સલાહ પ્રમાણે તેની સેવા કરનાર અને તેનું કામ ઉઠાવનાર છે, તેના ખજાનામાં વધારે કરનાર છે અને જો કે તેની આજ્ઞાનો અમલ કરનારો છે તે પણ તેનામાં પુરૂષાતન ઘણું છે તેથી રાજકાર્યમાં પોતાની મરજી આવે તે પ્રમાણે તે તેની પરિપાલના કરે છે. લોકોમાં આ પ્રમાણે વાત
૧ અટવીને અસલ માલીક જીવ પોતે જ છે. તેને ત્યાંથી દૂર રાખી ચિત્તવૃત્તિપર પેલા રાજા કબજો મેળવે છે. જરા કલ્પના વાપરવાથી સમજાઈ જાય તેવી હકીકત છે.
૨ જીવ અને કર્મને સંબંધ અનાદિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org