________________
પ્રકરણ ૧૮ ] મહામહના મિત્રરાજાઓ. દેખાય છે તેનું નામ દર્શનાવરણ છે. એ નવ મનુષ્યમાં જે પાંચ સુંદર સ્ત્રીઓ દેખાય છે તે પોતાની શક્તિ વડે આખી દુનિયાને ઉઘતી કરી મૂકે છે અને તેની પાસે જે ચાર પુરૂષ ઊભેલા જણાય છે તેના જોરથી એ આખી દુનિયાને તદ્દન અંધ બનાવી મૂકે છે. વેદનીય.
ભાઈ પ્રકર્ષ! ત્યાર પછી બે માણસના પરિવારયુક્ત રાજા દેખાય છે તે વિખ્યાત પુરૂષાતનવાળે વેદનીય નામનો રાજા છે. એમને પ્રથમ પુરૂષ દુનિયામાં સાતાના નામથી પ્રસિદ્ધિ પામેલ છે, તે સર્વ દેવમનુષ્યાદિને અનેક પ્રકારના આનંદ કરાવે છે અને ત્રણ ભુવનને લહેરથી હસતા કરી મૂકે છે જ્યારે તેની સાથે બીજે પુરૂષ દેખાય છે તે અસાતાના નામથી દુનિયામાં ઓળખાય છે અને તે સર્વેને અનેક પ્રકારના સંતાપ કરે છે, દુઃખ આપનાર થાય છે. આયુષ્ય,
ભાઈ ! ત્યાર પછી મોટાં નાનાં ચાર છોકરાંના આકારવાળા માણસથી પરવારેલે રાજા તારા જોવામાં આવે છે તેને દુનિયાનાં સર્વ માણસ આયુષ્યના નામથી ઓળખે છે. તે પ્રત્યેક ભવમાં તે છોકરાંએનાં તેજ વડે સમયને નિર્ણય કરી આપે છે, એટલે તે તે ભવમાં પ્રાણીઓને રહેવાની સ્થિતિનું પ્રમાણ કરી આપે છે. નામ,
“ ત્યાર પછી ભદ્ર! જે બેંતાળીશ મનુષ્યોના પરિવારથી પર- ૧ વેદનીય કર્મના બે ભેદ છેઃ સાતા અને અસાતા (પ્રથમ કર્મગ્રંથ ગા. ૧૨ મી). વેદનીય કર્મ સુખદુઃખ(શારીરિક)ને અનુભવ કરાવે છે.
૨ આયુઃ કર્મના ચાર ભેદ : દેવગતિ આયુષ્ય, મનુષ્યઆયુષ્ય, તિઈંચઆયુષ્ય અને નારક આયુષ્ય, (પ્ર. કર્મ. ગા. ૨૩ મી), પ્રત્યેક ગતિમાં કેટલો વખત જીવવું તે મુકરર કરવાનું કાર્ય આ રાજાના હાથમાં છે.
૩ ગતિ, જાતિ, શરીર, ઉપાંગ, બંધન, સંધાતન, સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અનુપૂર્વી, વિહાગતિ (એ ચૌદ પિંડપ્રકૃતિ). ૧૪
પરાઘાત, ઉસાસ, તપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થકર, નિર્માણ, ઉપધાત (એ આઠ પ્રત્યેક પ્રકૃતિ) ૮
ત્રસ, બાદર, પર્યાપ્તા, પ્રત્યક, સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર, આદેય, જશ (એ સદાક) અને તેથી ઉલટા સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ્ય, દુઃસ્વર, અનાદેય, અપયશ (એ સ્થાવરદશક). ૨૦
એવી રીતે ૪૨ પ્રકૃતિ નામકર્મની થઈ. એના વર્ણન માટે જુઓ પ્રથમ કર્મગ્રંથ, વિસ્તારથી પિંડ પ્રકૃતિના ભેદો ગણતાં તેના ૧૦૩ ભેદ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org