________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
પ્રકર્ષ. મામા ! આપે વેદિકાની અંદર રહેલાઓનું વિવેચન તા ઠીક કર્યું. હવે એ વેદિકાના દરવાજાની બહાર ખીજા સાત રાજા દેખાય છે જે સર્વે મેાટા વિશાળ મંડપમાં બેઠેલા છે, જે દરેકની સાથે વળી જૂદા જૂદો નાના મોટા પિરવાર છે અને જેનાં રૂપ ગુણે પણ સ્પષ્ટ જાદા જૂદા પ્રકારના જણાય છે તે સર્વ રાજાઓનાં શું શું નામેા છે અને પ્રત્યેકના શું શું ગુણા છે તે મને સમજાવ.” માહુરાયના બહિષ્કૃત સેનાનીએ. સાત રાજાઓ અને તેમને પરિવાર.
વિમર્શ— એ સાતે મોટા રાજ છે અને મહામેાહ રાજાના લશ્કરમાં માઘુ લશ્કરીએ છે એટલે તેના સમાવેશ મહામહના લશ્કરમાં થાય છે, પણ તે મહામહના અંગીભૂત સેનાની નથી, બહારથી મદદ આપવા માટે આવેલા ભાયાત રાજા
જેવા છે.
જ્ઞાનસંવરણ,
૧
“ એ રાજાઓમાં સર્વેથી પ્રથમ રાજા જે દેખાય છે અને જે 'પાંચ મનુષ્યાથી પરવરેલ છે તે ઘણા જાણીતા મહારાજા છે અને જ્ઞાનસંવરણના નામથી પ્રસિદ્ધિ પામેલા છે. એનામાં એટલી જબરી શક્તિ છે કે તે જાતે તે અહીં રહે છે છતાં પેાતાની શક્તિથી ખાધુ પ્રદેશમાં રહેલા પ્રાણીઓને જ્ઞાનરૂપી પ્રકાશ વગરના એકદમ અંધ બનાવી મૂકે છે, એટલે લોકોની સમજણુ-વિચારણા-દીર્ઘદૃષ્ટિ વિગેરે સર્વ બહેરી કરી મૂકે છે. એ રાજા ગાઢ અજ્ઞાનઅંધકાર વડે લોકોને મુંઝવી નાંખે છે તેથી શિષ્ટ લોકો એને મેહનું ઉપનામ પણ આપે છે. દર્શનાવરણ.
•
••
*
ત્યાર પછી બીજો રાજા જેની આજુબાજુ નવ મનુષ્યો બેઠેલા
૧ મતિજ્ઞાનાવરણુ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ અને કેવળજ્ઞાનાવરણ ( કમઁગ્રંથ પ્રથમ ગાથા ૪ થી ૯ સુધી ટીકા જુએ ). જ્ઞાન આત્મિક ગુણ છે. આ રાજા તેના ઉપર આવરણ કરે છે તેથી પ્રાણીને આંતર પ્રકાશ ઘટતા જાય છે. એના પાંચ પ્રકાર બહુ સમજવા યેાગ્ય છે.
૨ દર્શનાવરણીય કર્મના નવ પ્રકૃતિ છે: ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદ ર્શનાવરણ, અવધિદર્શનાવરણુ, કેવળદર્શનાવરણ; નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્ર ચલા, પ્રચલાપ્રચલા, અને ચિદ્ધિ ( કર્મગ્રંથ પ્રથમ-ગાથા ૧૦ મી ). છેલ્રા પાંચ નિદ્રાના પ્રકાર છે. દર્શન એટલે જોવું. એ પણ જ્ઞાનની પેઠે આત્માને ગુણ છે અને તેનાપર ઉક્ત રાજા આવરણ કરે છે. પાંચ નિદ્રાને સ્ત્રી રૂપક આપ્યું છે અને ચાર પ્રકૃતિને પુરૂષાકાર આપ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org