________________
પ્રકરણુ ૧૨]
મહામૂઢતા–મિથ્યાદર્શન-કુદૃષ્ટિ.
૮૫૯
દર્શાવ્યું તે તે બહુ સારૂં કર્યું. હવે પણ આ સેનાપતિના અડધા આસનપર એક સુંદર સ્ત્રી બેઠી છે તે કોણ છે તે સમજાવે.”
મામા વિમર્શે કહ્યું “ભાઇ! પેાતાના પતિ જેટલા જ સાહસ કરનારી અને તેના જેવું જ ફળ આપનારી એ મિથ્યાદર્શન સેનાપતિની સ્ત્રી ( ભાર્યા ) કુદૃષ્ટિના નામથી સારી રીતે પ્રસિદ્ધ થયેલી છે. અહિરંગ લેાકમાં જે પાખંડીઓ ખાટા માર્ગ ચલાવનારા કેટલાક તેવામાં આવે છે તે સર્વનું કારણ પણ એ મિથ્યાદર્શનની સ્રી કુદૃષ્ટિ છે. એ પાખંડીઓનાં નામે હું અહીં તારી પાસે વર્ણવું છું. તેના દેવ વિગેરે જૂદા જૂદા પ્રકારના હોવાથી એક બીજાથી તે જૂદા પડે છે એમ તારે સમજી લેવું. તેઓનાં નામેા નીચે પ્રમાણે છે.
“ શાક્ય, ત્રિદંડીઆ, શૈવ, ગૌતમ, ચરક, સામાનિક, સામપરા, વેદધર્મીઓ, ધાર્મિક, આજીવિકમતવાળા, શુદ્ધો, વિદ્યુદ્યન્ત, ચંચુણ, માહેદ્રો, ચારિકા, ધૂમા, અવેશી, ખુંખુકા, ઉલ્કા, પાશુપત મતવાળા, કાદમતવાળા' ચર્મખંડવાળા, સયાગીઓ, ઉલૂકા, ગેાદેહ,
૧ આ મતેમાંના કોઇ કાઇપર નેટ આપી છે, રેપર વિસ્તારથી નેટ માપવા માટે શોધ ચાલે છે. આ વિભાગનું પરિશિષ્ટ આ પ્રસ્તાવને અન્તે જોવું. પરિશિષ્ટ નં. ૧.
૨ ગૌતમ દર્શન: એ ન્યાય દર્શનનું બીજું નામ છે. એ દર્શન સેાળ પદાથૈને માને છે, એમાં અનુમાનથી ઇશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવામાં આવે છે, દેહમાં આત્મબુદ્ધિ થવાથી રાગદ્વેષરૂપ મેાહના આવિર્ભાવ થાય છે, એથી પાપની કે પુણ્યની પ્રવૃત્તિ થાય છે, પ્રવૃત્તિથી ધર્માધર્મ ઉત્પન્ન થાય છે, પ્રવ્રુત્તિ ત્યાજ્ય ગણતાં તેનું મૂળ અજ્ઞાન સમન્વય છે અને તેથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કરતાં મિથ્યાજ્ઞાન, દેષ, પ્રવૃત્તિ, જન્મ અને દુ:ખનેા અનુક્રમે નાશ થાય છે. ઇશ્વરપ્રસાદને આ દર્શન આવશ્યક માને છે. ( સ. ૬. સં.)
૩ આ મત ગેાશાળકનેા હતેા. જીએ કલ્પસૂત્ર
૪ પાશુપતઃ આ મતના સ્થાપનાર નકુલીશ છે. આ મતને અને યાગને નિકટના સંબંધ જણાય છે. કાનફટા યોગીએ આ મતના છે. મત્સ્યેન્દ્રનાથ આ મતના આચાર્ય હતા. એનું વિસ્તારથી વર્ણન સર્વદર્શનસંગ્રહ ગ્રન્થમાં છે. હઠયોગ આ
મતના ખાસ વિષય છે.
૫ કણાદતવાળાઃ આ મત વૈશેષિક દર્શનના નામથી પ્રસિદ્ધ છે. એના સ્થાપક કણાદ હતા. એ મતવાળા વિશેષ'ને પદાર્થ માનતા હોવાથી તેનું નામ ટોષિક દર્શન કહેવાય છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ એ સાત પદાર્થને માને છે. તત્ત્વજ્ઞાન એટલે પદાર્થવિવેક પ્રાપ્ય હાવાથી તેના સંબંધમાં શાસ્રવ્યવસ્થા કરવામાં આવે છે. આત્યંતિકી દુઃખનિવૃત્તિને અત્ર મેક્ષ માનવામાં આવે છે. ( સ. ૬. સં. )
૬ ઉલૂક એ વૈશેષિક દર્શનનું જ નામ છે. જીએ ઉપરની નેટ, એ મતનું નામ ઔલૂકય પણ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org