________________
૧૧ ] વેલહલ કથા-અટથી આદિની યોજના,
૮૩૫
પણ તેની ઇચ્છા પૂરી થતી નથી; એને ગમે તેટલા સુપુત્રો થાય, ધારણા કરતાં પણ વધારે સારી પ્રેમી સદ્ગુણી સ્રી મળે, સર્વ પ્રકારની ઇચ્છિત વસ્તુ મળી જાય અને કરોડો પ્રકારના પદાર્થોને ભાગ પ્રાપ્ત થાય તો પણ તેની વિશેષ પ્રાપ્ત કરવાની વાંછાને ડો કદિ પણ આવતા નથી. એને તે જેમ જેમ સ્થૂળ પદાર્થો વધારે વધારે મળતા જાય છે તેમ તેમ તેનાવડે વિશેષ સુખ મેળવવાની ઇચ્છાથી તે સર્વને સંગ્રહ કરતા જ જાય છે. પછી જેમ તાપ આવેલ માણસ વધારે ભાજન કરે તેા તેથી તેના તાપમાં વધારો જ થાય છે તેમ એ સ્થૂળ પદાર્થોના વધારે સંગ્રહ કરવાનું પરિણામ એ પ્રાણીના દુ:ખમાં જ આવે છે, એની વધારે સુખ મેળવવાની ઇચ્છા તેા ઇચ્છામાં જ રહે છે અને ઉલટાં જળના ઉપદ્રા, અગ્નિના ઉપદ્રા, સગાઓના ઝગડા, ચેારના ઉપદ્રા અને રાજ્યસત્તા પેલા દ્રવ્યરૂપ ભાજનનું તેને બળાત્કારથી વમન કરાવે છે એટલે ખાધેલ-એકઠા કરેલ પદાર્થોનું એક અથવા બીજા કારણે વમન કરવું પડે છે અને ઉલટું જ્યારે કાઇ પણ કારણથી એ પદાર્થો જાય છે ત્યારે તેને હૃદચમાં અત્યંત દુઃખ થાય છે અને એવા વિલાપયુક્ત પાકાર કરે છે કે એને અવસરે એ પ્રાણી વિવેકી પુરૂષાને કૃપાનું પાત્ર થઇ પડે છે એટલે વિવેકીઆને તેનાપર દયા આવે છે. બહેન અગૃહીતસંકેતા ! ઉપર જે ચિત્તવિક્ષેપ મંડપમાં આવેલી તૃષ્ણા નામની વેદિકા કહી હતી તે જાવા પ્રકારની મનની સ્થિતિ સમજી લેવી.
ત્યાર પછી પેલા વેલુહલ કુમાર વિચાર કરતા હતા કે પેાતાનું શરીર વાયુથી ભરાઇ ગયું છે તેથી તેને ઉલટી થઇ આવી વિપર્યાસ સિંહા છે અને જો એને વધારે વખત ખાલી રહેવા દેવામાં સન ાજના. આવશે તેા વાયુથી ભરાઇ તે વિનાશ પામી જશે, માટે ફરી વાર વધારે ભાજન કરી લઈને તેને ભરી દઉં કે જેથી એનું રક્ષણ થાય. બહેન અગૃહીતસંકેતા ! આ પ્રાણી પણ એવા જ પ્રકારના વિચારો કર્યાં કરે છે તેની હકીકત તને કહું તે લક્ષ્યમાં રાખજે; પાતે એકઠો કરેલ વૈભવ પાપરૂપ જ્વરથી જ્યારે નાશ પામી જાય છે, પેાતાના નજીકના સગા સંબંધી સ્ત્રી કે પુત્ર મરણ પામે છે અથવા હૃદયના અત્યંત પ્રતિબંધથી પોતાના હૃદયપર આઘાત કરનાર બીજો કોઇ પણ પદાર્થ વિનાશ પામે છે ત્યારે આ ભાઇશ્રી પેાતાનાં મનમાં ઘડ વાળે છે કે હું બરાબર નીતિથી-યુક્તિથી વર્તો
૧ અહીં વિપર્યાસ સિંહાસનની હકીકત ૮૦૯-૧૦ માંથી પ્રથમ વાંચી લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org