________________
૨૨૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
( પ્રસ્તાવ જ
( અહીં ભુવનેદર એટલે સંસાર, તેમાં અનાદિ કર્મપ્રવાહ અને તેની સ્થિતિ-એથી આ જીવ સંસારમાં ભમ્યા કરે છે એ સર્વ પરિસ્થિતિ સમજી લેવી ). એ પ્રાણીના અનંત પ્રકારના રૂપે। હાવાથી ( વિશેષ રૂપની અપેક્ષાએ ) એને અહિરંગ લેાક કહેવામાં આવે છે અને સામાન્ય રૂપને ઉદ્દેશીને એક કહેવામાં આવ્યા છે એમ સમજી લેવું. બહેન ! જ્યારે એ પ્રાણી મનુષ્યભવ પામે છે ત્યારે તે સર્વ કર્મો ઉપર પ્રભુતા મેળવવાની સ્થિતિમાં આવે છે, તેથી તે કુમાર (જીવ) મહારાજાના દિકરા છે એમ કહેવામાં આવ્યું છે, કારણ કે જે રાજપુત્ર હાય છે તેજ સર્વના પ્રભુ થાય છે તેમ અહીં પ્રાણી કર્મને પ્રભુ થઈ શકે છે.
ત્યાર પછી જે ચિત્તવૃત્તિ' નામની મેાટી અટવીની વાર્તા કરી તે આ જીવના સંબંધમાં જ સમજવી. એ પ્રાણીને સારી અથવા તેા ખરાબ કોઇ પણ મામત થાય તે સર્વનું કારણ એ મહા અટવી જ છે. હવે અહીં બરાબર સમજજે: જ્યાં સુધી પેલેા પ્રાણી આત્માને બરાબર પીછાનતા નથી ત્યાં સુધી જ એ ચિત્તવૃત્તિ મહા અટવી ઉપર આવીને મહામેાહ તથા તેના સેનાની ધમસાણું કરી મૂકે છે અને આખી અટવીને પાયમાલ કર્યા કરે છે, પરંતુ જેવા પ્રાણી કાઇ પણ પ્રકારે પોતાના આત્માને બરાબર જાણે છે-પીછાને છે કે તુરત જ તેઓ તે આત્માનું બળ (વીર્ય-અનંત શક્તિ ) જોઇને દૂર નાસી જાય છે. આવી રીતે તેનું પેાતાનું (આત્માનું) જોર ન થતાં જ્યાં સુધી તેમાં મહામેાહ અને બીજા લશ્કરીઓનું જોર રહે છે ત્યાં સુધી તે ચિત્તવૃત્તિ અટવીમાં ઉપર કહી તે સર્વે મહાનદી વિગેરે વસ્તુઓ થયા જ કરે છે, કારણ કે મહામેાહ અને તેના સંબંધી જે બીજા રાજા છે તે સર્વને ક્રીડા કરવાનું ઠેકાણું એ મેાટી નદીમાં છે, પરંતુ જે પેલા રાજાઓને (મહામેાહુ અને ખીજા લરકરીને ) જ ત્યાં આવવાનું કારણ રહે નહિ અથવા આવવાના પ્રસંગ અને નહિ તે એ મહાનદી વિગેરે ક્રીડાસ્થાનાના તા આપાઆપ નાશ થઇ જાય છે. પરંતુ હકીકત એવી છે કે જ્યાં સુધી પ્રાણી પેાતાનું સ્વરૂપ બરાબર સમજતા નથી અને તેને પરિણામે જ્યાં સુધી મહામેાહ રાજા અને બીજા સેનાનીઓ
ચિત્તવૃત્તિ અટ
વીની સમજણુ.
૧ જુઆ પૃ. ૮૦૪–૫.
૨ સર્વે કર્મોના બંધસ્થાનના સંબંધ મનઉપર-ચિત્તવૃત્તિ ઉપર રહે છે, તેથી ર્મબંધનના સંબંધમાં તેનું જોર વધારે છે. તે જે અનુકૂળ હાય તા અશુભ કર્મબંધ થતા નથી એટલે પછી રાજાઓનાં ક્રીડાસ્થાના આપેઆપ ઉડી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org