________________
૮૨૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૪ તેને મટાડવાના ઉપાય છે, તે સર્વે બરાબર કરે, એમ કરવામાં એ જરા પણ ગફલતી કરશે તે તમને તુરત જ 'સન્નિપાત થઈ જશે.”
વૈદ્યના દીકરાએ વેલહલ કુમારને આ પ્રમાણે કહ્યું તે વખતે પણ કુમારની નજર તે પોતાની સમક્ષ પીરસેલા ભેજન ઉપર જ હતી અને હું આ ખાઉં કે પેલું ખાઉં એમ સર્વ પદાર્થો ઉપર એક પછી એક તે નજર નાંખ્યા કરતો હતો. જમવાના પદાર્થો ઉપર તેનું અંતઃકરણ એટલું બધું સચોટ લાગી રહ્યું હતું કે વૈદ્યના દિકરાએ આટલું બધું કહ્યું તે વાત સાંભળવાની પણ તેણે દરકાર કરી નહિ, વૈદ્યનો દિકરો પોતાને જે કહેતો હતો તે હકીકત પિતાને ખાસ હિત કરનાર છે તે વાત તેના સ્થાનમાં પણ આવી નહિ અને એ પોતાને ખાતો અટકાવવા માટે શરીરે વળગી વળગીને હાથને થોભી થોભીને ના કહેતો હતો તેની તરફ પૂરું લક્ષ્ય પણ તેણે આપ્યું નહિ. એવી રીતે એ સમયજ્ઞ વૈદ્યપુત્ર તેને વચનથી વારતો રહ્યો અને તેના હાથ ભત રહે, છતાં વેલૂહલ કુમાર તે તેના દેખતાં જ-તેની હાજરીમાં જ-વધારે વધારે આહાર કરતે ગયો. એને સમયસની હાજરીની જરા પણું શરમ આવી નહિ. વેલૂહલના શરીરમાં અજીણું ઘણું સપ્ત થયેલું હોવાને લીધે અને વિશેષ ભેજન કરતાં દરમિયાન તાવ પણ ઘણે વધી ગયેલ હોવાને લીધે તે ભાઇશ્રી જે કાંઈ ખાતાં તે કેમે કરતાં ગળે ઉતરતું નહિ તે પણ બળ કરીને જોરથી થોડે ઘણો આહાર તે તેણે ગળા નીચે ઉતાર્યો. પરિણામે તેનું હૃદય ઉછળવા લાગ્યું, પેટમાં ગડબડાટ થઈ ગયો, ખાધેલું પાછું ગળે આવવા માંડ્યું, ઉલટી થવા લાગી અને છેવટે પોતાની સમક્ષ જે રાવું ભેજન પડેલું હતું તેમાં પણ વમનને ચેડે ભાગ પડવાથી તે પણ ઉલટીથી મિશ્ર થઈ ગયું. આવો વિચિત્ર પ્રકાર જોઈને વેલૂહલ કુમારે વિચાર કર્યો કે ખરેખર, મારા પેટમાં ઘણી જ ભુખ લાગી છે અને ભુખથી પેટ ખાલી થઈ ગયેલ હોવાથી તે વાયુથી ભરાઈ ગયું છે અને તેથી જ આ ઉલટી (મીટ) થઈ આવી છે. આ ઉલટી ભુખને લીધે જ થઇ આવી જણાય છે. મને તો એમ લાગે છે કે મારે કેકે અત્યારે ખાલી પડી ગયું છે અને તેમાં જે વધારે વાયુ ભરાશે તો મને હેરાન હેરાન કરી મૂકશે, માટે ફરીવાર પણું ભજન કરીને એને પેટને) બરાબર ભરી દઉં કે
૧ વાત, પીત્ત અને કફનું વિષમ પણું. ત્રિદેશના વિકારથી પેદા થયેલ તાવ.
૨ વાયુથી ખાલી પેટ પર અસર થાય છે, પણ વાયુથી વમન થતું નથી, પેટમાં પવન ભરાય ખરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org